ખેડા: નડિયાદ નગરપાલિકાના પૂર્વ પ્રમુખ અને બિલ્ડર દિલીપ શેઠે ગુતાલ ગામે આવેલા પોતાના ફાર્મ હાઉસ ખાતે રિવોલ્વરથી પોતાના જ માથામાં ગોળીમારી આત્મહત્યા કરી લીધી હતી. આ મામલામાં નડિયાદ રૂરલ પોલિસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે.
નડિયાદ પાલિકાના પૂર્વ પ્રમુખનો આપઘાત મામલો, બે વિરૂદ્ધ ગુનો નોંધાયો - નડીયાદ નગરપાલિકાના પૂર્વ પ્રમુખનો આપઘાત કેસ
નડિયાદ નગરપાલિકાના પૂર્વ પ્રમુખ અને બિલ્ડર દિલીપ શેઠના આત્મહત્યા કેસમાં બે વ્યક્તિઓ વિરૂદ્ધ ગુનો નોંધવામાં આવ્યો છે. વડોદરા અને નડિયાદના બે ફાયનાન્સર દ્વારા પઠાણી ઉઘરાણી કરવામાં આવતી હોવાની ફરિયાદના આધારે બંને સામે ગુનો નોંધી પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.
બિલ્ડર દિલીપ શેઠ આપઘાત કેસ
જે દરમિયાન દિલીપ શેઠના પત્નિએ પોલીસને જણાવ્યું હતું કે, વડોદરા અને નડિયાદના ફાયનાન્સરો દ્વારા પઠાણી ઉઘરાણી કરવામાં આવતી હોવાથી તેઓએ કંટાળીને અંતિમ પગલું ભર્યું છે. જેને લઈ નડિયાદ રૂરલ પોલીસ દ્વારા સુરેશભાઈ અને સંજયભાઈ નામના બે ફાયનાન્સર વિરૂદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.