ખેડા: જિલ્લાના નડિયાદમાં સંતરામ મહારાજ દ્વારા માઘ પૂનમે સમાધિ લેવામાં આવી હતી. એક માન્યતા મુજબ, સંતરામ મહારાજ દ્વારા માઘ પૂર્ણિમાએ જીવીત સમાધી લેવામાં આવી, ત્યારે આકાશમાંથી દેવોએ સાકર વર્ષા કરી હતી. જેથી દર વર્ષે સમાધિ મહોત્સવની ઉજવણી પ્રસંગે મહા મહિનાની પૂનમે મંદિરમાં સાકર વર્ષા કરવામાં આવે છે. માન્યતાને લઇને મંદિરના મહંત રામદાસજી મહારાજની નિશ્રામાં સેવકો દ્વારા સાકર વર્ષા કરવામાં આવી હતી.
નડિયાદના સંતરામ મંદિરમાં 'સાકર વર્ષા', જુઓ વીડિયો - ખેડા ન્યૂઝ
ખેડા જિલ્લાના નડિયાદમાં આવેલા સુપ્રસિદ્ધ સંતરામ મંદિર ખાતે સમાધિ મહોત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. જે નિમિત્તે મહાપૂર્ણિમાએ દિવ્ય મહાઆરતી તેમજ સાકર વર્ષા કરવામાં આવી હતી. જેને લઇને મંદિરમાં ભક્તોનું માનવ મહેરામણ ઉમટ્યું હતું.
નડિયાદના સંતરામ મંદિર ખાતે સાકર વર્ષા કરવામાં આવી
હજારો કિલ્લો સાકર અને કોપરાનાં પ્રસાદની ઉછામણી કરવામાં આવી હતી. જેથી મહાઆરતી અને સાકર વર્ષાનો લાભ લેવા ભક્તોનું માનવ મહેરામણ મંદિર ખાતે ઉમટ્યું હતું અને મંદિર પરિસર જય મહારાજના નાદથી ગુંજી ઉઠ્યું હતું.