- એક જ કોમના બે જૂથો વચ્ચે ભારે પથ્થરમારો
- 7 ઉપરાંત વ્યક્તિ ઈજાગ્રસ્ત
- શહેર પોલિસે સ્થિતિ કાબૂમાં લઈ કાર્યવાહી હાથ ધરી
નડીયાદ: શહેરના પશ્ચિમ વિસ્તારમાં આવેલા રાજીવનગરમાં બે પિતરાઈ ભાઈઓના કુટુંબ વચ્ચે તળાવની માટીને લઈને ઝઘડો થયો હતો.જે ઉગ્ર બનતા મારામારી અને ભારે પથ્થરમારો થયો હતો.
7 ઉપરાંત વ્યક્તિ ઈજાગ્રસ્ત
પથ્થરમારો થતાં 7 ઉપરાંત વ્યક્તિઓ ઈજાગ્રસ્ત થયા હતા.તેમજ ચાર જેટલા વાહનોને પણ નુકસાન થયું હતું.ઈજાગ્રસ્તોને સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખસેડાયા હતા.