નડિયાદ, મહુધા, કપડવંજ અને કઠલાલના મુસાફરોને મુસાફરી માટે ચલાવતી એકમાત્ર ટ્રેનને તંત્ર દ્વારા આજથી ‘ડેમુ’ ટ્રેનમાં પરીવર્તિત કરવામાં આવી છે. અત્યાર સુધી સાદા એન્જિન હોવાથી ધીમી ગતિ દોડતી ટ્રેનના કારણે મુસાફરોને મુસાફરી કરવામાં સમય બગડતો હતો.
નડિયાદ મોડાસા વચ્ચે બે એન્જિનવાળી ડેમુ ટ્રેનનો પ્રારંભ
નડિયાદ : નડિયાદ મોડાસા વચ્ચે બે એન્જિનવાળી ડેમુ ટ્રેનનો પ્રારંભ કરવામાં આવ્યો છે. રેલવે સ્ટેશન ખાતે સાંસદ દેવુસિંહ ચૌહાણે લીલીઝંડી આપી પ્રારંભ કરાવવામાં આવ્યો હતો. આ સેવાનો પ્રારંભ થતા મુસાફરોને ઝડપી સેવા મળશે અને સાથે જ ટ્રેનમાં મુસાફરોની સંખ્યામાં પણ વધારો થશે.
etv bharat nadiad
વર્ષોથી આ ટ્રેનમાં મુસાફરોની નોધપાત્ર સંખ્યાને ધ્યાને લઇને ખેડા સાંસદ દેવુસિહ ચૌહાણ દ્વારા મુસાફરોને સગવડ મળી રહે તે હેતુથી ડેમુ ટ્રેન દોડાવવા માટે કેન્દ્ર સરકારમાં રજુઆત કરી હતી. ત્યારે આ ૩ ડબ્બાવાળી ડેમુ ટ્રેનને સાંસદે લીલી ઝંડી આપી નડિયાદ રેલવે સ્ટેશનથી પ્રસ્થાન કરાવ્યું હતું. આ ટ્રેનમાં મુસાફરોની ક્ષમતા વધીને 288 જેટલી થઇ છે. રેલવે વિભાગના ડી.આર.એમ, નડિયાદ સ્ટેશન માસ્તર સહિતનો સ્ટાફ હાજર રહ્યા હતો.