ગુજરાત

gujarat

ETV Bharat / state

ડાકોર પાસે એસટી બસને અકસ્માત, 10થી વધુ લોકો ઘાયલ - Kheda's news

આજે (બુધવાર) વહેલી સવારે ડાકોર પાસે એસટી બસનો ઝાડ સાથે અક્સ્માત થયો હતો જેમાં 10 લોકોને સામાન્ય ઈજા પહોંચી હતી અને ડ્રાઈવરનો આબાદ બચાવ થયો હતો. બસના મુસાફરોએ આ અક્સ્માત માટે ડ્રાઈવરને જવાબદાર કહ્યો છે.

bus
ડાકોર પાસે એસટી બસને અકસ્માત, 10થી વધુ લોકો ઘાયલ

By

Published : Jul 7, 2021, 2:22 PM IST

  • એસટી બસ ધડાકાભેર ઝાડ સાથે અથડાતા અકસ્માત સર્જાયો
  • 10 જેટલા મુસાફરો ઈજાગ્રસ્ત
  • ડાકોર ઉમરેઠ રોડ પર સર્જાયો અકસ્માત

ખેડા જીલ્લાના ડાકોર પાસે આજે (બુધવારે) વહેલી સવારે એસટી બસને અકસ્માત સર્જાયો હતો.જેમાં ડ્રાયવરે સ્ટિયરિંગ પરથી કાબૂ ગુમાવતા બસ ઝાડ સાથે અથડાઈ હતી.બસમાં સવાર 10 જેટલા મુસાફરોને ઈજા પહોંચી હતી.ડ્રાયવરનો આબાદ બચાવ થયો હતો કોઈ જાનહાનિ થવા પામી નથી.

10 જેટલા મુસાફરો ઈજાગ્રસ્ત

અકસ્માત સર્જાતા બસમાં સવાર 50 જેટલા મુસાફરોના જીવ તાળું ચોંટ્યા હતા.10 જેટલા મુસાફરોને નાની મોટી ઇજાઓ પહોંચી હતી.જેમને સારવાર માટે તાત્કાલિક ડાકોર સરકારી હોસ્પિટલમાં ખસેડાયા હતા.અકસ્માતમાં કોઇ જાનહાનિ થવા પામી નથી.ડ્રાયવરનો આબાદ બચાવ થયો હતો.

ડાકોર પાસે એસટી બસને અકસ્માત, 10થી વધુ લોકો ઘાયલ

આ પણ વાંચો : સાપુતારા વઘઇ ધોરીમાર્ગમાં અકસ્માત, સુરતનાં 8 વર્ષીય બાળકનું મૃત્યું

ડ્રાયવર બેફામ રીતે બસ ચલાવતો હોવાનો મુસાફરોનો આક્ષેપ

બસમાં સવાર મુસાફરો દ્વારા ડ્રાયવર બેફામ રીતે બસ ચલાવતો હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે.જો કે ડ્રાયવરે આક્ષેપ નકારી ગાય આવી જવાથી અકસ્માત સર્જાયો હોવાનું જણાવી પોતાનો લૂલો બચાવ કર્યો હતો.

આ પણ વાંચો : માળિયાના સરવડ-બરાર વચ્ચે બે ટ્રક સામસામા અથડાતા બંને ટ્રક ડ્રાઈવરના મૃત્યું

ABOUT THE AUTHOR

...view details