ડાકોર ખાતે ફાગણી પુનમે હોળી ધૂળેટી પર્વને લઈ વિશેષ આયોજન કરાયું - મંગળા આરતી
સુપ્રસિદ્ધ યાત્રાધામ ડાકોરમાં ફાગણી પૂનમ હોળી-ધુળેટી પર્વની આનંદ ઉલ્લાસપૂર્વક ઉજવણી કરવામાં આવનાર છે.જે દરમ્યાન વિશાળ સંખ્યામાં શ્રદ્ધાળુઓ દર્શનાર્થે આવનાર છે.જેને લઈ દરેક દર્શનાર્થી શાંતિપૂર્વક દર્શન કરી શકે તેમજ કોઇ અવ્યવસ્થા ન સર્જાય તે માટે ટેમ્પલ કમીટિ દ્વારા આગોતરૂ આયોજન કરવામાં આવ્યું છે.
ખેડા :ફાગણી પૂનમ નિમિત્તે દર્શનાર્થીઓના મોટા ધસારાને લઈ દર્શનના સમયમાં વધારો કરવામાં આવ્યો છે.હોળી ધૂળેટીના તહેવાર દરમિયાન રાજાધિરાજ શ્રી રણછોડરાયજી મહારાજ મંદિરના દર્શનનો સમય નીચે મુજબ રાખવામાં આવ્યો છે.
ફાગણ સુદ 13/14 8 માર્ચ 2020 ને રવિવાર
સવારે 5:00 કલાકે નિજ મંદિર ખુલી મંગળા આરતી થશે.
5:00 થી 8:00 મંગળાદર્શન
8:30 થી 1:00 શૃંગાર દર્શન
1:30 થી 2:30 રાજભોગ દર્શન
2:30 થી 3:45 દર્શન બંધ રહેશે
3:45 થી 5:30 ઉત્થાપન દર્શન
5:45 થી 8:00 શયન ભોગ દર્શન
8:45 કલાકે સખડી ભોગ દર્શન ખુલી અનુકૂળતાએ રાજાધિરાજ ભગવાન રણછોડરાયજી મહારાજ પોઢી જશે.