મહુધા તાલુકાના ચુણેલ ગામની ભાવના ચુનારાના લગ્ન બે વર્ષ પૂર્વે સંજય ચુનારા સાથે થયા હતા. જેમાં તેણે એક પુત્રીને જન્મ આપ્યો હતો. દરમિયાન સંજય દ્વારા તેને અવારનવાર મારઝૂડ કરવામાં આવતી હતી. જેમાં સામાજિક રીતે સમાધાન બાદ સંજય તેને ઘરે લઇ ગયો હતો. બાદમાં તેની પુત્રીને પોતાની પાસે રાખી ભાવનાને તેના પિયર મોકલી દીધી હતી. જેથી ભાવના છેલ્લા કેટલાક સમયથી પોતાના પિતાના ઘરે રહેતી હતી.
પત્નીને તેના પિતા સાથે આડા સંબંધની શંકાને લઇ જમાઇએ સસરા પર કર્યો એસિડ એટેક - Son-in-law fires acid attack on father-in-law
ખેડાઃ જિલ્લાના ચુણેલ ગામે પત્નીને તેના પિતા સાથે આડા સંબંધ હોવાની શંકાને લઈને જમાઈએ સસરા પર એસિડ એટેક કર્યો હતો. જેમાં સસરા તેમજ અન્ય બે બાળકો દાઝી જતા તેમને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા હતા.
જેમાં અવારનવાર સંજય ભાવનાના ઘરે આવી તેને ધમકીઓ આપતો હતો. ભાવનાના પિતા અશોકભાઈ ઘરે સુઈ રહ્યા હતા ત્યારે સંજયે તેમના ભાવના સાથે આડા સંબંધ હોવાની શંકાને લઈને તેમના પર એસિડ ફેંક્યું હતું. જે બાદ તે ફરાર થઇ હતો. એસિડ ફેંકતા અશોકભાઈમોં તેમજ હાથ, પગ પર તથા તેમનો નાનો પુત્ર અને પુત્રી મોં તેમજ ગળાના ભાગે દાઝી ગયા હતા.
જેને લઇ તમામને સારવાર માટે નડિયાદ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. ઘટનાને લઈને મહુધા પોલીસ દ્વારા ફરાર જમાઈ સંજય ચુનારા વિરુદ્ધ ગુનો નોંધી તેને ઝડપી પાડવા સહિતની કાર્યવાહી હાથ ધરાઈ છે.