- સરકારી જમીનમાંથી પરવાનગી વગર 1500 જેટલા ટ્રક માટીની ચોરી (Soil theft scam )
- તળાવનું ખોદકામ કરીને માટી બારોબાર વેચી મારી
- તાલુકા પંચાયત પ્રમુખ દ્વારા તપાસની માંગ
ખેડા : જિલ્લાના મહેમદાવાદ તાલુકાના પહાડ ગામની ગૌચર જમીનમાંથી લાખો રૂપિયાની માટીની બેફામ ચોરી (Soil theft scam ) કરવામાં આવી હોવાના આક્ષેપો થઈ રહ્યા છે.
સરપંચ અને તલાટી દ્વારા જ કૌભાંડ આચરાયુ
મહેમદાવાદ શહેરથી ચારેક કિલોમીટરને અંતરે આવેલાં પહાડ ગામની સીમમાં સરકારી ગૌચર જમીન આવેલી છે. આ જમીનમાં તળાવ બનાવવામાં આવી રહ્યું હોવાની વાતો વહેતી થઈ હતી. તળાવનું ખોદકામ કરીને તેની માટી બારોબાર વેચી મારવામાં આવી હોવાના આક્ષેપો સરપંચ અને તલાટી પર થઈ રહ્યા છે. આ માટી પણ ખાનગીધોરણે લાખો રૂપિયામાં વેચી દીધી હોવાનું જણાવાઈ રહ્યું છે. તાલુકાના સણસોલી અને નેનપુર નજીક આવેલા અનેક ફાર્મ હાઉસમાં માટી પુરણ માટે આ માટી વેચી દીધી હોવાનું સ્થાનિકો પાસેથી જાણવા મળ્યું છે.
સરકારી જમીનમાંથી પરવાનગી વિના 1500 જેટલા ટ્રક માટીની ચોરી (Soil theft scam )