ગુજરાત

gujarat

ETV Bharat / state

ખેડામાં વિકાસના કામોના ખાતમુહૂર્ત અને લોકાર્પણ કાર્યક્રમમાં સોશિયલ ડિસ્ટન્સના ધજાગરા ઉડ્યા

સુપ્રસિદ્ધ યાત્રાધામ ડાકોરમાં ગુરુવારના રોજ વિવિધ વિકાસના કામોના ખાતમુહૂર્ત અને લોકાર્પણ કાર્યક્રમ યોજવામાં આવ્યા હતા. જેમાં સોશિયલ ડિસ્ટન્સ જળવાયું નહોતું. ખુદ સાંસદે જ જાણે સવિનય સોશિયલ ડિસ્ટન્સનો ભંગ કર્યો હોય તેવા દ્રશ્યો સર્જાયા હતા.

Social Distance Dhajagara
ખેડામાં વિકાસના કામોના ખાતમુહૂર્ત અને લોકાર્પણ કર્યક્રમમાં સોશિયલ ડિસ્ટન્સ ઉડ્યા ધજાગરા

By

Published : Jul 16, 2020, 5:37 PM IST

ખેડાઃ સુપ્રસિદ્ધ યાત્રાધામ ડાકોરમાં ગુરુવારના રોજ સાંસદ દેવુસિંહ ચૌહાણ સહિતના અગ્રણીઓની ઉપસ્થિતિમાં વિવિધ વિકાસના કામોના ખાતમુહૂર્ત અને લોકાર્પણ કાર્યક્રમ યોજવામાં આવ્યા હતા. જો કે તેમાં સોશિયલ ડિસ્ટન્સ જળવાયું નહોતું. ખુદ સાંસદ પણ સામાજિક અંતર જળવાયું ન હોવાનું જણાવી રહ્યા છે. ત્યારે ખુદ સાંસદે જ જાણે સવિનય સોશિયલ ડિસ્ટન્સનો ભંગ કર્યો હોય તેવા દ્રશ્યો સર્જાયા હતા.

વિકાસના કામોના ખાતમુહૂર્ત અને લોકાર્પણ કર્યક્રમમાં સોશિયલ ડિસ્ટન્સ ઉડ્યા ધજાગરા

સાંસદ દેવુસિંહ ચૌહાણનું લોકાર્પણ કાર્યક્રમમાં સોશિયલ ડિસ્ટન્સ જળવાયું ન હોવાનું તેઓ જણાવી રહ્યા છે. જો કે તેના દ્વારા અવગણના કરી ડાકોર ખાતે તેમણે નગરપાલિકા આયોજિત ફ્રુટ અને શાક માર્કેટનું રીબીન કાપી લોકાર્પણ કર્યું હતું. સાથે જ સાંસદ દ્વારા સવિનય સોશિયલ ડિસ્ટન્સનો ભંગ કરવાના દ્રશ્યો સર્જાયા હતા. ખુદ આગેવાનો જ જો નિયમોને અવગણતા હોય તો પ્રજા પાસે કઈ રીતે નિયમોના પાલનની અપેક્ષા રાખી શકાય. તે ચર્ચાનો મુદ્દો બન્યો છે.

ખેડામાં વિકાસના કામોના ખાતમુહૂર્ત અને લોકાર્પણ કર્યક્રમમાં સોશિયલ ડિસ્ટન્સ ઉડ્યા ધજાગરા

યાત્રાધામ ડાકોરમાં ગુરૂવારના રોજ વિવિધ વિકાસના કામોના ખાતર્મુહૂર્ત અને લોકાર્પણ કાર્યક્રમ યોજાયો હતો.જેમાં ખેડાના સાંસદ દેવુસિંહ ચૌહાણ, જિલ્લા પંચાયત પ્રમુખ નયનાબેન પટેલ, બિન અનામત નિગમના વાઇસ ચેરમેન વિમલ ઉપાધ્યાય, નગરપાલિકા પ્રમુખ, ચીફ ઓફિસર સહિત સભ્યો અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા. જો કે કાર્યક્રમમાં ક્યાંય સોશિયલ ડિસ્ટન્સ જળવાયું નહોતું.

મહત્વનું છે કે, હાલ જિલ્લામાં કોરોનાનું સંક્રમણ સતત વધી રહ્યું છે. કોરોના દર્દીઓનો આંકડો 400ને પાર થયો છે. ત્યારે સામાન્ય જનતાને નિયમનું પાલન અને કાર્યક્રમ મુલતવી રાખવાની સૂફિયાણી સલાહ આપતી સરકાર જો નિયમનું પાલન થવાનું ના હોય તો જાતે જ આવા કાર્યક્રમ મુલતવી રાખતી કેમ નહીં હોય તે સવાલ પણ જાગૃતજનોને સતાવી રહ્યો છે.

ABOUT THE AUTHOR

...view details