ગુજરાત

gujarat

ETV Bharat / state

ખેડામાં રવિવારે કોરોનાના 6 નવા કેસ નોંધાયા, જિલ્લામાં કુલ આંક 47 પર પહોંચ્યો - કોરોના પોઝિટિવના 6 કેસ

ખેડા જિલ્લામાં એક જ દિવસમાં સૌથી વધુ કોરોના પોઝિટિવના 6 કેસ નોંધાયા હતા. જિલ્લામાં નડિયાદ, કપડવંજ અને રઢુ ગામે આ કેસ સામે આવ્યા છે. જેને પગલે જિલ્લામાં હાલ પોઝિટિવ કેસનો આંકડો 47 પર પહોંચ્યો છે.

ખેડામાં રવિવારે કોરોનાના 6 નવા કેસ નોંધાયા,જિલ્લામાં કુલ આંક 47 પર પહોંચ્યો
ખેડામાં રવિવારે કોરોનાના 6 નવા કેસ નોંધાયા,જિલ્લામાં કુલ આંક 47 પર પહોંચ્યો

By

Published : May 17, 2020, 8:41 PM IST

ખેડા : જિલ્લામાં દિવસે દિવસે જુદા જુદા વિસ્તારોમાં કોરોનાના કેસો સામે આવી રહ્યા છે.જેમાં રવિવારે જિલ્લામાં વધુ 6 કેસો નોંધાયા હતા .જેમાં નડિયાદ શહેરમાં કોરોનાના ત્રણ દર્દીઓ નોંધાયા હતા.જ્યારે કપડવંજ શહેરની ઈન્દ્રપ્રસ્થ સોસાયટીમાં પતિ પત્ની એમ બે વ્યક્તિઓ કોરોના પોઝિટિવ નોંધાયા હતા.તેમજ રઢું ગામમાં પણ એક વ્યક્તિનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો.

જેના પગલે જિલ્લામાં તંત્ર દ્વારા સતર્કતા વધારી વિસ્તારોમાં સેનેટાઈઝેશન અને કન્ટેનમેન્ટ કરવા સહિતની કામગીરી હાથ ધરવામાં આવી છે.મહત્વનું છે કે જિલ્લામાં કેટલાક દિવસથી કોરોનાના કેસો વધી રહ્યા છે. એક તરફ જિલ્લામાં 3 દર્દીઓને રજા આપવામાં આવી છે, ત્યારે 6 નવા કેસ સામે આવ્યા હતા.ખેડા જિલ્લામાં કોરોનાનો કુલ આંક 47 પર પહોંચ્યો છે.

ABOUT THE AUTHOR

...view details