હાલ પવિત્ર શ્રાવણ માસ ચાલી રહ્યો હોવાથી શિવાલયોમાં રોજ હજારોની સંખ્યામાં ભગવાન ભોલેનાથને બીલ્વપત્રો અર્પણ કરવામાં આવે છે. તેમજ મોટી સંખ્યામાં પુષ્પ અર્પણ કરવામાં આવે છે. સાથે જ મંદિરની સજાવટમાં પણ મોટી સંખ્યામાં ફૂલોનો ઉપયોગ કરવામાં આવે છે. ત્યારે આ વપરાશ કરેલા બીલ્વપત્ર સહિતના શિવ નિર્માલ્યમાંથી ખાતર બનાવવાનું કાર્ય નીલકંઠ મહાદેવ મંદિર દ્વારા કરવામાં આવી રહ્યું છે.
શિવ નિર્માલ્યમાંથી ખાતરનું સર્જન કરતું ખેડાનું શિવાલય - શિવ નિર્માલ્ય
ખેડા: પવિત્ર શ્રાવણ માસ ચાલી રહ્યો છે ત્યારે ઠેર ઠેર શિવાલયમાં ભગવાન ભોલેનાથને મોટા પ્રમાણમાં બીલ્વપત્ર અને ફૂલ સહિતની વિવિધ સામગ્રીઓ અર્પણ કરવામાં આવે છે. ભગવાનને અર્પણ કર્યા બાદ ઉતારવામાં આવેલી આ શિવ નિર્માલ્યમાંથી ખાતર બનાવવાનું અનુકરણીય કાર્ય એક શિવ મંદિર દ્વારા કરવામાં આવી રહ્યું છે.
Kheda
જે ખાતરનો ઉપયોગ મંદિરના બગીચા મહાદેવ વાટીકામાં કરવામાં આવશે. જ્યાં ધતૂરો તેમજ બીલીવૃક્ષ,પીપળો,પારિજાત સહિતના પવિત્ર છોડ અને વૃક્ષો ઉછેરવામાં આવી રહ્યા છે. આ માટે મંદિરના બગીચામાં ખાડા ખોદી શિવ નિર્માલ્યનું તેમાં વિસર્જન કરવામાં આવે છે. જે થોડા સમય બાદ કુદરતી રીતે કમ્પોસ્ટિગની પ્રક્રિયા બાદ ખાતરમાં રૂપાંતરિત થશે. જેનો ઉપયોગ બગીચામાં કરવામાં આવશે.
Last Updated : Aug 27, 2019, 11:26 PM IST