ગૌવંશની હત્યા કરનાર બે આરોપીઓને સાત વર્ષની સજા ખેડા:મહેમદાવાદ તાલુકાના આમસરણ ગામે આરોપી અજીતમિયાના પુત્રની સગાઈ હોય ગૌ-માંસની મિજબાની માટે ગૌવંશની હત્યા કરવામાં આવી હતી. આ મામલે મહેમદાવાદ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ રહી હતી. નડિયાદ કોર્ટ દ્વારા બે આરોપીઓને સાત વર્ષની કેદની સજા ફટકારી છે. અન્ય છ આરોપીઓને પુરાવાના અભાવે મુક્ત કરવામાં આવ્યા છે.
મિજબાની માટે ગૌવંશની હત્યા:મહેમદાવાદ તાલુકાના જૂની આમસરણમાં રહેતા વારીશમીયા અજીતમીયાં મલેકની સગાઈ હોય બિરયાની બનાવવાની હતી. જેથી આ બિરયાનીમાં વપરાતું મટનના આયોજન માટે ગૌવંશ (વાછરડું)ની હત્યા કરવામાં આવી હોવાની બાતમી મહેમદાવાદ પોલીસને ગત 9 ડીસેમ્બર 2020ના રોજ મળી હતી. આથી પોલીસે રાત્રે દરોડો પાડતા આ ગૌવંશ માંસના અલગ અલગ ટુકડા કરી પ્લાસ્ટીકના મીણીયા તથા એલ્યુમીનીયમની બેગમાં મળી આશરે 100 કિલો માંસ સાથે બે વ્યક્તિઓ પકડાઈ ગયા હતા. પૂછપરછમાં વધુ છ નામ નામ બહાર આવતા તમામ સામે ગુનો નોંધાયો હતો.
'આ કેસમાં આઠ આરોપીઓ વિરૂદ્ધ મહેમદાવાદ પોલીસ સ્ટેશનમાં પશુ સંરક્ષણ અધિનિયમ હેઠળનો ગુનો નોંધાયો હતો. જે કેસ નડીયાદ સેશન્સ કોર્ટમાં ચાલી ગયો હતો.જેમાં આજે જજમેન્ટ આપ્યુ છે. જેમાં કોર્ટ દ્વારા 12 સાક્ષીઓ,13 દસ્તાવેજી પુરાવાઓને ધ્યાને લઈ બે આરોપીઓને સાત વર્ષની કેદની સજા તેમજ એક લાખ રૂપિયાના દંડનો હુકમ કરવામાં આવ્યો છે.જ્યારે છ આરોપીઓને પુરાવાના અભાવે છોડી મુકવામાં આવ્યા છે.' -ધર્મેન્દ્ર પ્રજાપતિ, સરકારી વકીલ
કોર્ટે ફટકારી સજા:સરકારી વકીલ ધર્મેન્દ્ર.સી.પ્રજાપતિ દ્વારા રજુ કરવામાં આવેલા 12 સાક્ષીઓ અને 13 દસ્તાવેજી પુરાવા સાથે કરવામાં આવેલી દલીલોને ધ્યાને લઈ ત્રીજા એડિશ્નલ સેસન્સ જજ એસ.પી.રાહતકર દ્વારા આરોપીઓ સાજીદમિયા મલેક અને સલીમમિયા અહેમદ મિયા મલેકને સાત વર્ષની કેદની સજાનો હુકમ તેમજ એક લાખ રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો છે. તેમજ જો દંડ ન ભરે તો વધુ એક વર્ષની સજાનો હુકમ કરવામાં આવ્યો છે. આ કેસમાં અન્ય છ આરોપીઓને પુરાવાના અભાવે મુક્ત કરવામાં આવ્યા છે.
- Rajkot Crime: વૃદ્ધનું મોત થતા પરિવારજનોનો આક્ષેપ, પોલીસના મારથી થયું મૃત્યુ
- Ahmedabad Crime : ભારતીય પાસપોર્ટ હોવા છતાં પોર્ટુગલ પાસપોર્ટથી અમદાવાદમાં યુવક આવ્યો, નોંધાયો ગુનો