ગુજરાત

gujarat

ETV Bharat / state

ક્રિકેટ રસિકોમાં પ્રખ્યાત ડાકોરિયા બેટ પર કોરોનાનો કહેર : જુઓ વિશેષ અહેવાલ - corona virus impact on industries of gujarat

ભગવાન રણછોડરાયનું પવિત્ર યાત્રાધામ અને સ્વાદિષ્ટ ગોટા માટે પ્રખ્યાત ડાકોરમાં પેઢી દર પેઢીથી પરંપરાગત રીતે લાકડામાંથી ક્રિકેટના બેટ બનાવવાનો ઉદ્યોગ પણ ધમધમી રહ્યો છે જે અનેક લોકો માટે રોજગારીનું સાધન છે..

ક્રિકેટ રસિકોમાં પ્રખ્યાત ડાકોરિયા બેટ પર કોરોનાનો કહેર
ક્રિકેટ રસિકોમાં પ્રખ્યાત ડાકોરિયા બેટ પર કોરોનાનો કહેર

By

Published : Sep 17, 2020, 8:06 PM IST

Updated : Sep 17, 2020, 11:12 PM IST

ખેડા: ક્રિકેટ રસિકોમાં ડાકોરિયા બેટ તરીકે ઓળખાતા લાકડાના સસ્તા અને ટકાઉ બેટ બનાવવાનો ઉદ્યોગ સુપ્રસિદ્ધ યાત્રાધામ ડાકોરમાં વર્ષોથી ચાલે છે. જેના વિશે ઘણા ઓછાને ખબર હશે. આ ઉદ્યોગ વડે અનેક લોકોને રોજગારી મળી રહે છે. પેઢી દર પેઢી આ ઉદ્યોગમાં રોકાયેલા કારીગરો હાલમાં કોરોના મહામારીના પગલે આર્થિક સંકડામણનો સામનો કરી રહ્યા છે.

ક્રિકેટ રસિકોમાં પ્રખ્યાત ડાકોરિયા બેટ પર કોરોનાનો કહેર

અંદાજે ત્રીસેક જેટલા પરિવારો દ્વારા લાકડામાંથી નાના-મોટા અલગ અલગ સાઈઝના બેટ બનાવવામાં આવે છે. આ બેટ સાઈઝ મુજબ 40રૂ.થી 150 રૂ.ની જુદી જુદી કિંમતમાં વેચવામાં આવે છે. યાત્રાધામ ડાકોરના ગોમતીઘાટ પર તેમજ આસપાસના ગામોમાં ફેરી દ્વારા આ બેટનું વેયાણ કરવામાં આવે છે.

ક્રિકેટ રસિકોમાં પ્રખ્યાત ડાકોરિયા બેટ પર કોરોનાનો કહેર

આ ઉપરાંત વર્ષ દરમ્યાન જીલ્લાના વિવિધ ગામોમાં, સુરત શહેરમાં અને મધ્યપ્રદેશના ઈંદોરમાં તેમજ અન્ય શહેરોમાં પણ મોટા જથ્થામાં મોકલવામાં આવે છે. બેટ બનાવવાની કામગીરીમાં મહિલાઓ પણ યોગદાન આપે છે. આ બેટની વિશેષતા એ હોય છે કે તે મજબૂત લાકડામાંથી બનાવવામાં આવતા હોવાથી ટકાઉ છતાં સસ્તા હોય છે. જેને લઈ અહીંના બેટની સારી એવી માગ રહે છે.

ક્રિકેટ રસિકોમાં પ્રખ્યાત ડાકોરિયા બેટ પર કોરોનાનો કહેર

હાલ કોરોના મહામારીના સમયગાળામાં જે રીતે તમામ ધંધા-રોજગાર પડી ભાંગ્યા છે તે રીતે આ ઉદ્યોગ સાથે સંકળાયેલા લોકો પણ આર્થિક ભીંસનો સામનો કરી રહ્યા છે. દેશભરમાં જે રીતે મંદીનો માહોલ છવાયો છે તેને જોતા ડાકોરના અનેક કુટુંબોની રોજગારીના એકમાત્ર સાધન એવો આ ઉદ્યોગ આર્થિક મુશ્કેલીઓમાંથી વહેલી તકે બેઠો થાય તેવી પ્રાર્થના આ પરિવારો કરી રહ્યા છે.

- ખેડાથી ધર્મેન્દ્ર ભટ્ટનો વિશેષ અહેવાલ

Last Updated : Sep 17, 2020, 11:12 PM IST

ABOUT THE AUTHOR

...view details