- અલીન્દ્રામાં મનરેગા યોજના હેઠળ રૂપિયા 35 લાખનું કૌભાંડ
- મનરેગા યોજનામાં બોગસ જોબકાર્ડ બનાવી રૂપિયા 35 લાખનું કૌભાંડ
- કેનેડામાં રહેતા યુવાનને શ્રમિક બતાવી તેનું જોબકાર્ડ બનાવાયું
ખેડા: જિલ્લાના વસો તાલુકાના અલીન્દ્રામાં મનરેગા યોજના (mgnrega scheme) હેઠળ રૂપિયા 35 લાખનું કૌભાંડ (Scam) આચરાયુ હોવાની વિગતો બહાર આવી છે. ગામના સરપંચ અને તલાટી દ્વારા સમગ્ર કૌભાંડ (Scam) આચરાયુ હોવાના આક્ષેપ કરવામાં આવી રહ્યા છે. અલીન્દ્રા (Alindra) ગામના રાજ પટેલ નામના નાગરિક દ્વારા RTI હેઠળ માહિતી માંગતા કૌભાંડ બહાર આવ્યું છે. જેમાં બોગસ જોબ કાર્ડ બનાવી રૂપિયા બારોબાર વગે કરી ભ્રષ્ટાચાર આચરાયો છે. ગરીબી રેખા નીચે જીવતા શ્રમજીવીઓને 500 રૂપિયા આપી ખોટી સહી કરાવી વચેટિયા દ્વારા લાખો રૂપિયા ઉપાડી લેવામાં આવી રહ્યાં છે.
અલીન્દ્રામાં બોગસ જોબકાર્ડ બનાવી 35 લાખનું કૌભાંડ આ પણ વાંચો : ATS દ્વારા બોગસ bogus passports- Visas બનાવી વિદેશોમાં લોકોને મોકલવાના રેકેટનો પદાફાશ
ખોટા જોબ કાર્ડ બનાવી રૂપિયા ઉપાડી સગેવગે કરી દેવાયા
યોજનામાં સરકારી રૂપિયા ઓળવી જવા એટલી હદે અંધેર ચલાવાયો છે કે ઘણા વર્ષોથી કેનેડા ખાતે રહેતા ગામના અર્પિત પટેલ નામના યુવાનને શ્રમિક બતાવી તેનું પણ જોબ કાર્ડ બનાવાયુ છે. જે લોકોને જોબ કાર્ડની કોઈ જરૂર નથી તેમના નામના પણ ખોટા જોબ કાર્ડ બનાવી રૂપિયા ઉપાડી સગેવગે કરી દેવામાં આવ્યા છે.
અલીન્દ્રામાં બોગસ જોબકાર્ડ બનાવી 35 લાખનું કૌભાંડ આ પણ વાંચો : ફતેહવાડીમાંથી વિદેશી નાગરિકોને છેતરતું બોગસ કોલ સેન્ટર ઝડપાયું
સમગ્ર મામલે તપાસ ચાલી રહી છે : તાલુકા વિકાસ અધિકારી
આ કૌભાંડને લઈ ઉચ્ચ કક્ષાએ રજૂઆતો થતા આ બાબતે વસો TDO ની ટીમે અચાનક દરોડા પાડી ડોક્યુમેન્ટ વેરિફિકેશન (Document Verification) કરવાની ફરજ પડી છે. TDO વિમલ ગઢવીએ જણાવ્યું હતું કે, જિલ્લા કક્ષાએથી હુકમ થતા હાલ છેલ્લા ત્રણ વર્ષના થયેલા કામો અંગેની તપાસ હાથ ધરાઈ છે. મહત્વનું છે કે, જિલ્લાના ગામોમાં મનરેગા યોજના (mgnrega scheme) માં કૌભાંડ (Scam) ની વ્યાપક ફરિયાદો ઉઠી છે. કૌભાંડીઓ સામે આકરા પગલા લેવાની માગ કરવામાં આવી રહી છે.
અલીન્દ્રામાં બોગસ જોબકાર્ડ બનાવી 35 લાખનું કૌભાંડ