- શ્રી કૃષ્ણ હોસ્પિટલ ( Shri Krishna Hospital )ને મળ્યું મેડીકલ સાધનોનું દાન
- રૂપિયા 1.45 કરોડના સાધનોનું શ્રી કૃષ્ણ હોસ્પિટલ ( Shri Krishna Hospital )માં દાન
- કોરોના મહામારીમાંમેડીકલના સંસાધનો દર્દીઓ માટે સંજીવની સાબિત થયા
ખેડા : જિલ્લામાં વિવિધ આરોગ્યલક્ષી, શૈક્ષણિકલક્ષી, પર્યાવરણ લક્ષી સેવાઓ માટે જાણીતી સંસ્થા રોટરી ક્લબ નડીયાદ રાઉન્ડ ટાઉન ( Rotary Club Nadiad Round Town )એ ગ્રાન્ટ દ્વારા આ દાન કર્યું છે. આ ગ્રાન્ટ ધી રોટરી ફાઉન્ડેશન, ધી શાંતા ફાઉન્ડેશન (U.K.) તેમજ રોટરી ડિસ્ટ્રીક્ટ 3060ના સહયોગથી મેળવેલી છે.
શ્રી કૃષ્ણ હોસ્પિટલ ( Shri Krishna Hospital )ને મેડીકલ સાધનોનું દાન
આ ગ્રાન્ટ થકી શ્રી કૃષ્ણ હોસ્પિટલ ( Shri Krishna Hospital ) કરમસદના Waymade ક્રિટિકલ કેર સેન્ટરમાં 10 વેન્ટિલેટર મશીન, 3 ડિફેબ્રીલેટર મશીન, 1 હાઇ ફ્લો ઓક્સિજન થેરાપી યુનીટ, 18 નંગ 5-7-3 પેરામીટરના મલ્ટી પેરામીટર, 2 ડાયાલીસીસ મશીન, 1 ફાઇબ્રેઓપ્ટીક બ્રોન્ચોસ્કોપ વગેરે લાઈફ સેવિંગ જીવન રક્ષક આધુનિક મેડીકલના સંસાધનોનું દાન કરવામાં આવ્યું છે.
કોરોના મહામારીમાં આ સંસાધનો દર્દીઓ માટે સંજીવની સાબિત થયા