ગુજરાત

gujarat

ETV Bharat / state

ખેડાઃ ટ્રક અને રીક્ષા વચ્ચે ગમખ્વાર અકસ્માત, ત્રણના મોત અને ચાર ઇજાગ્રસ્ત - ટ્રક અને રિક્ષા વચ્ચે અકસ્માત

ખેડા: જિલ્લાના મહેમદાવાદ તાલુકાના હલધરવાસ પાસે ટ્રક અને રિક્ષા વચ્ચે અકસ્માત સર્જાતા ઘટનાસ્થળે જ ત્રણ વ્યક્તિઓના કરૂણ મોત નિપજ્યા હતા. જ્યારે અન્ય ચાર વ્યક્તિઓને ગંભીર ઈજાઓ પહોંચતા તેમને સારવાર માટે તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.

ટ્રક અને રીક્ષા વચ્ચે ગમ્ખવાર અકસ્માત થતા ત્રણના મોત

By

Published : Sep 17, 2019, 6:56 PM IST

મહેમદાવાદ તાલુકાના હલધરવાસ પથાવત રોડ પર રિક્ષાને સામેથી આવી રહેલી ટ્રકે અડફેટે લેતા રિક્ષાનો કચ્ચરઘાણ નીકળી ગયો હતો. જેમાં રિક્ષામાં સવાર ત્રણ વ્યક્તિઓના ઘટનાસ્થળે જ કરૂણ મોત નિપજ્યા હતા. જ્યારે અન્ય ચાર વ્યક્તિઓને ગંભીર ઈજાઓ પહોંચી હતી. આ ઘટનાને પગલે લોકો એકત્ર થઇ ગયા હતા તેમજ ઇજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. એક જ પરિવારના ત્રણ વ્યક્તિઓના કરૂણ મોત નિપજતા સમગ્ર પંથકમાં શોકની લાગણી ફેલાવા પામી હતી. આ અકસ્માતને લઇને મહેમદાવાદ પોલીસ દ્વારા અકસ્માતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

ABOUT THE AUTHOR

...view details