ગુજરાત

gujarat

ETV Bharat / state

ખેડામાં વિદ્યાર્થીઓ જીવના જોખમે STની સવારી કરતા હોવાનો વીડિયો થયો વાયરલ - જીવના જોખમે ST ની સવારી

ખેડાઃ ખેડા જીલ્લાના વસો તાલુકાના પલાણા ITIના વિદ્યાર્થીઓ જોખમી રીતે એસટી બસની મુસાફરી કરતા હોવાનો વિડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ થયો છે. વીડિયોમાં સલામત સવારી કહેવાતી એસ.ટી બસમાં જીવના જોખમે વિદ્યાર્થીઓ મુસાફરી કરી રહ્યા હોવાનું જોવા મળે છે.

ખેડામાં વિદ્યાર્થીઓ જીવના જોખમે STની સવારી કરતા હોવાનો વીડિયો થયો વાયરલ

By

Published : Sep 22, 2019, 11:09 PM IST

ખેડા જીલ્લાના પલાણા ખાતે આવેલી ITIના વિદ્યાર્થીઓ જોખમી રીતે ST બસની મુસાફરી કરતા હોવાનો વીડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો. વીડિયોમાં વિદ્યાર્થીઓ જીવનાં જોખમે ST બસની બહાર લટકીને સવારી કરતા હોવાનું જોવા મળે છે. જો કે અનેક વિદ્યાર્થીઓ જોખમી રીતે બસની બહાર લટકી રહ્યા હોવા છતાં બસ ડ્રાઇવર બસ ચલાવ્યા કરી હતી, ત્યારે સલામત કહેવાતી ST બસમાં અનેક વિદ્યાર્થીઓના જીવને જોખમમાં મૂકીને બસ ચલાવનાર ડ્રાઈવર કંન્ડક્ટરને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતાં.

ખેડામાં વિદ્યાર્થીઓ જીવના જોખમે STની સવારી કરતા હોવાનો વીડિયો થયો વાયરલ

જો કે વાઇરલ થયેલા વીડિયોને પગલે ST તંત્ર દ્વારા પગલાં લેતા તાત્કાલિક ધોરણે બસનાં ડ્રાઈવર-કંડકટરને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતાં. પરંતુ, પલાણા ITIના વિદ્યાર્થીઓની આ સમસ્યા કાયમી હોવાનું જાણવા મળી રહ્યું હતું. વિદ્યાર્થીઓ અવરજવરમાં ભારે મુશ્કેલીનો સામનો કરતા હોય છે. જેને પરિણામે તેમને અવારનવાર આ રીતે આવી જોખમી મુસાફરી કરવાની ફરજ પડતી હોય છે, ત્યારે તે અંગે પણ ST તંત્ર દ્વારા ડ્રાઇવર કંન્ડકટરોને જરૂરી સુચના આપવામાં આવે તે જરૂરી બન્યું હતું.

ABOUT THE AUTHOR

...view details