ખેડાની વિવિધ ગ્રામ પંચાયતોમાં શ્રમયોગીઓને સહાય માટેનું રજીસ્ટ્રેશન શરુ કરાયું - સરકારી સહાય
લોકડાઉનના કારણે બેરોજગાર બનેલા ગ્રામ્ય વિસ્તારના શ્રમજીવીઓને સહાયની જાહેરાત કરાઈ છે. સહાય માટે લાભાર્થીઓના રજીસ્ટ્રેશનની કામગીરી ખેડા જિલ્લાની વિવિધ ગ્રામ પંચાયતોમાં શરુ કરાઈ છે.

ખેડા: દેશમાં કોરોના વાઈરસના વધી રહેલા સંક્રમણને અટકાવવા સરકાર દ્વારા લોકડાઉન જાહેર કરવામાં આવ્યું છે. જેને પગલે ધંધા રોજગાર બંધ રહેતા સરકાર દ્વારા નાગરિકો માટે વિવિધ સહાય યોજના જાહેર કરવામાં આવી છે. જે મુજબ ગ્રામ્ય વિસ્તારના અસંગઠિત ક્ષેત્રના શ્રમયોગીઓ માટે પણ સહાયની જાહેરાત કરવામાં આવી છે. જેમાં દરજી, લુહાર, મોચી, વાળંદ, કડિયાકામ કરતા શ્રમયોગીઓને સહાય આપવાની જાહેરાત કરાઈ છે. જેને લઈ હાલ ખેડા જીલ્લાના વિવિધ ગામોમાં ગ્રામ પંચાયતોમાં ઓનલાઇન ફોર્મ ભરવાની પ્રક્રિયા ચાલી રહી છે. જેથી મોટી સંખ્યામાં લોકો ગ્રામ પંચાયતોમાં ઉમટી રહ્યા છે. કોરોનાના સંક્રમણ અને લોકડાઉન વચ્ચે સરકારી સહાય મેળવવા ગ્રામ પંચાયતોમાં ટોળા એકઠા થઈ રહ્યા છે.