ગુજરાત

gujarat

ETV Bharat / state

પ્રસિદ્ધ કથાકાર રમેશ ઓઝા ડાકોરના ઠાકોરના શરણે - રમેશ ઓઝા

સુપ્રસિદ્ધ યાત્રાધામ ડાકોર ખાતે આજે શુક્રવારે ભાગવતાચાર્ય રમેશભાઈ ઓઝા રાજાધિરાજ રણછોડરાયજીના દર્શનાર્થે પહોંચ્યા હતા. જે ભગવાનના દર્શન કરી કૃતાર્થ થયા હતા. જેને લઈ ભાવિકોમાં પણ ભક્તિરૂપી ઉત્સાહ વ્યાપ્યો હતો.

ETV BHARAT
રમેશ ઓઝા ડાકોરના ઠાકોરના શરણે

By

Published : Jan 22, 2021, 9:33 PM IST

Updated : Jan 22, 2021, 10:42 PM IST

  • રમેશ ઓઝા ડાકોરમાં આવ્યા
  • ભગવાનના દર્શન કરી કૃતાર્થ થયા
  • મંદિરમાં ભક્તિમય વાતાવરણ સર્જાયું
  • ભાવિકોમાં ભક્તિરૂપી ઉત્સાહ વ્યાપ્યો
    રમેશ ઓઝા ડાકોરના ઠાકોરના શરણે

ખેડાઃ યાત્રાધામ ડાકોર ખાતે રણછોડરાયજીના દર્શન માટે આજે શુક્રવારે સાંજના સમયે ભાગવાતાચાર્ય રમેશભાઈ ઓઝા આવી પહોંચ્યા હતા. જે મંદિરમાં રાજાધિરાજ ભગવાન રણછોડરાયજી દર્શન કરી કૃતાર્થ થયા હતા. તેમની સાથે સંતરામ મંદિરના મહંત શ્રી ગણેશદાસજી મહારાજ તેમજ બીજા અન્ય સંતો ઉપસ્થિત રહ્યા હતા. ત્યારબાદ તેમનું શ્રીજીના ભંડારી મહારાજ દ્વારા શાલ ઓઢાડી સન્માન કરવામાં આવ્યું હતું.

મંદિરમાં ભક્તિમય વાતાવરણ સર્જાયું

દર્શનાર્થે પહોંચતાની સાથે જ મંદિરમાં સેવકો તેમજ વેદોક્ત બ્રાહ્મણો દ્વારા મંત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા. જેને લઈ મંદિરમાં દિવ્ય ભક્તિમય વાતાવરણ સર્જાયું હતુ.

રમેશ ઓઝા ડાકોરના ઠાકોરના શરણે

ભાવિકોમાં ભક્તિરૂપી ઉત્સાહ વ્યાપ્યો

આમ તો રમેશભાઇ ઓઝા ભાગવત કથા માટે અવાર-નવાર નડિયાદ સંતરામ મંદિરમાં આવતા હોય છે, પરંતુ ઘણા સમય પછી ડાકોર રણછોડરાયજી મંદિરમાં દર્શનાર્થે આવતા ભાવિકોમાં પણ એક ભક્તિરૂપી ઉત્સાહ વ્યાપી ગયો હતો.

Last Updated : Jan 22, 2021, 10:42 PM IST

ABOUT THE AUTHOR

...view details