- કઠલાલના ફાગવેલ ભાથીજી મંદિર પાસે યોજાયો કાર્યક્રમ
- રામ જન્મભૂમિ નિધિ અંતર્ગત ક્ષત્રિય સમાજને આહવાન કરાયું
- કલાકાર વિક્રમ ઠાકોર સહિત સંતો અને આગેવાનો ઉપસ્થિત રહ્યા
ખેડાઃ જિલ્લાના કઠલાલ તાલુકાના પ્રસિદ્ધ યાત્રાધામ ફાગવેલમાં ક્ષત્રિય વીર ભાથીજી મંદિર પાસે રામ જન્મભૂમિ મંદિર નિર્માણ નિધિ સમર્પણ અભિયાન અંતર્ગત કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. જેમાં ક્ષત્રિય સમાજ દ્વારા રામ જન્મભૂમિ મંદિર નિર્માણ નિધિ સમર્પણ અભિયાનમાં જોડાય અને ક્ષત્રિય સમાજમાંથી રામ મંદિર નિર્માણમાં વ્યાપક અને ખૂબ જ સારો પ્રતિસાદ મળે તે માટે ક્ષત્રિય સમાજને આહવાન કરવામાં આવ્યું હતું.