ખેડા: ડાકોર જતા અનેક સંઘમાંથી એક અલગ સંઘ અમદાવાદના રાયપુર વિસ્તારનો હતો. જે સંઘનું નામ કામનાથ મહાદેવ છે. આ સંઘમાં નાના મોટાથી લઇને 100 જેટલા વ્યક્તિઓ છે. આ સંઘ છેલ્લા 45 વર્ષથી સતત પગપાળા ધૂળેટીએ ડાકોરની યાત્રાએ જાય છે. સંઘના લોકોએ તેમની પર થયેલ શ્રી કૃષ્ણની કૃપાનું પણ વર્ણન કર્યું. આ સંઘ રસ્તામાં સતત ભગવાનના ભજન પણ કરતો રહે છે. તેની સાથે-સાથે ગરબા કરીને ઈશ્વરની સાધના પણ કરતો રહે છે.
ડાકોરની યાત્રાએ જઇ રહેલ અમદાવાદના રાયપુર વિસ્તારનો સંઘ - કોરોના વાયરસ
વિવિધ ધાર્મિક પ્રસંગોએ લોકો સંઘ બનાવીને ઈશ્વરના સ્થાનકે જાય છે અને તેમના સારા ભવિષ્ય માટે મનુ કામના કરે છે. હોળીને હવે ગણતરીના દિવસો બાકી છે. ત્યારે ગુજરાતના અનેક જિલ્લાઓમાંથી લોકો ડાકોર દર્શને જઈ રહ્યાં છે.
ડાકોરની
આ સંઘની વિશિષ્ટતા એ છે કે, સંઘ પોતાનો ખાણી-પીણીનો સામાન સાથે જ લઈને જાય છે. તબિયત ન બગડે તે માટે બહારનું ખાવાનું ટાળે છે. કોરોના વાયરસ વિશ્વભરમાં ફેલાઈ રહ્યો છે. ત્યારે આ સંઘ ખુલ્લી હવામાં જ ચાલવાનું પસંદ કરે છે.
Last Updated : Mar 8, 2020, 2:30 PM IST