ગુજરાત

gujarat

ETV Bharat / state

જીવના જોખમે નડીયાદ રેલવે સ્ટેશનના કર્મચારીએ બચાવ્યો મહિલાનો જીવ - નડિયાદ સમાચાર

ખેડા જિલ્લાના મુખ્ય મથક નડીયાદ રેલવે સ્ટેશન પર રેલવે ટ્રેક પર બેઠેલી એક મહિલાનો જીવ સમયસૂચકતા વાપરી જીવના જોખમે રેલવે કર્મચારીએ બચાવ્યો હતો. જેના CCTV ફૂટેજમાં માનવતા મહેકાવતી કર્મચારીની ઉમદા કામગીરી જોવા મળે છે.

નડીયાદ રેલવે સ્ટેશન
નડીયાદ રેલવે સ્ટેશન

By

Published : Apr 24, 2021, 10:41 PM IST

  • દવાને કારણે અસ્વસ્થ થઈ મહિલા ટ્રેન આવવાના ટ્રેક પર બેઠા
  • રેલવે કર્મચારીએ સમય સૂચકતા વાપરી જીવના જોખમે મહિલાને બચાવ્યા
  • રેલવે કર્મચારીની કામગીરીને લોકોએ બિરદાવી

ખેડા : નડીયાદ રેલવે સ્ટેશન પર એક મહિલા પ્લેટફોર્મ પરથી ઉતરી રેલવે ટ્રેક પર બેસી ગઈ હતી.જે ટ્રેક પર જ એક ટ્રેન પૂરપાટ ઝડપે આવી રહી હતી. જે જોઈ ત્યાં હાજર રેલવે કર્મચારીઓ સહિતનાઓએ મહિલાને બૂમો પાડી ચેતવી હતી, પરંતુ મહિલા ઉભી થઈ ન હતી. જેને લઇ રેલવે કર્મચારી સુરેન્દ્ર પરમારે પોતાના જીવના જોખમે દોડી જઇ મહિલાને સમયસર ટ્રેક પરથી ખેંચી લીધી હતી. જેની મદદ અન્ય કર્મચારીએ કરી હતી. જે બાદ તરત ટ્રેક પરથી ટ્રેન પસાર થઇ ગઇ હતી. જો સહેજ પણ વિલંબ થયો હોત તો મહિલા સાથે રેલવે કર્મચારીના પણ જીવને પણ જોખમ ઊભું થયું હોત, પરંતુ રેલવે કર્મચારી સુરેન્દ્ર પરમારે પોતાના જીવની પરવા કર્યા વિના માનવતાની ઉમદા કામગીરી બજાવી હતી.

જીવના જોખમે નડીયાદ રેલવે સ્ટેશનના કર્મચારીએ બચાવ્યો મહિલાનો જીવ

આ પણ વાંચો -નડિયાદ નજીક ચાલતી કારમાં આગ, 2 લોકોના આબાદ બચાવ

દવાને કારણે અસ્વસ્થ થઈ મહિલા ટ્રેન આવવાના ટ્રેક પર બેઠા

નડિયાદ રેલવે સ્ટેશન ખાતે શુક્રવારના રોજ 11:29 કલાકે પ્લેટફોર્મ પર ટ્રેન આવી રહી હતી. જે સમયે મહિલા ટ્રેન આવવાના ટ્રેક પર જ બેસી ગઈ હતી. જે બાદમાં પોલીસ પૂછપરછમાં જાણવા મળેલી વિગતો મુજબ નડિયાદમાં રહેતી આધેડ વયની મહિલા દવાના ડોઝ લીધા બાદ અસ્વસ્થ થઈ ગઇ હતી. જેને લઇ તેમને ટ્રેક પર બેસી ગયા હતા. પોલીસ દ્વારા પૂછપરછ બાદ મહિલાના દિકરાને બોલાવ્યો હતો. જેમાં તેને જણાવ્યું હતું કે, તેમને દવા લીધા બાદ અસ્વસ્થ થઈ જતા હોય છે.

આ પણ વાંચો -નડિયાદના કોલ્ડ સ્ટોરેજમાં લાગી ભીષણ આગ, કોઈ જાનહાનિ નહીં

રેલવે કર્મચારીની કામગીરીને લોકોએ બિરદાવી

રેલવે સ્ટેશન પર હાજર સૌએ રેલવે કર્મચારીની માનવતા મહેકાવતી ઉમદા કામગીરીને બિરદાવી વધાવી લીધી હતી. મહિલાના દીકરાએ પણ કર્મચારીને આભાર માન્યો હતો.

ABOUT THE AUTHOR

...view details