ગુજરાત

gujarat

ETV Bharat / state

ખેડામાં જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓને કરાયું નોટબુકનું વિતરણ

ખેડા: સમાજમાં શિક્ષણનો વ્યાપ વધે અને તે માટે ખેડા જિલ્લા માલધારી સમાજના ધોરણ 1 થી 12 માં ભણતા જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓને નોટબુક વિતરણનો કાર્યક્રમ યોજાયો હતો. જેમાં 15 હજાર નોટબુકોનું વિતરણ કરવામાં આવ્યું હતું.

By

Published : Jun 1, 2019, 8:38 AM IST

ખેડા

મળતી વિગતો મુજબ, ખેડા જિલ્લાના વડામથક નડિયાદમાં આવેલ ગણેશ મહાદેવ જનહિતાય સેવા ટ્રસ્ટ દ્વારા ખેડા જિલ્લાના માલધારી સમાજના ધોરણ 1 થી 12 માં અભ્યાસ કરતા જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓને આજરોજ વિનામૂલ્યે નોટબુકોનું વિતરણ કરવામાં આવ્યું હતું. ટ્રસ્ટના પ્રમુખ ભાનુભાઇ ભરવાડ અને ઉપપ્રમુખ નવઘણભાઇ ભરવાડ દ્વારા વિદ્યાર્થીઓને 15000 કરતા પણ વધુ નોટબુકોનું વિતરણ કરાયું હતું.

ખેડામાં જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓને કરાયું નોટબુકનું વિતરણ

આ પ્રસંગે અનેક સંતો મહંતો 1)રણછોડદાસ બાપુ (ડાકોર) (મહંત ભરવાડ સમાજ), 2) પરષોત્તમદાસ બાપુ (વડવાળા ડાકોર) 3) લાલદાસ બાપુ (ગેડીયા ધામ), 4) દેહૂર ભગત બાવળયાળી અને 5) કેહૂર ભગત કમીજલા વગેરેએ ઉપસ્થિત રહી દીપ પ્રાગટ્ય બાદ વિદ્યાર્થીઓને નોટબુક વિતરણ કરાયા હતા.

મહત્વનું છે કે, છેલ્લા કેટલાક વર્ષોથી સમાજના જરૂરિયાતમંદ અને ભણી ગણીને સમાજનું અને પરિવારનુ નામ રોશન કરી આગળ આવવા માંગતા વિધ્યાર્થીઓને મદદ કરવાનુ આવકારદાયક કામ કરી રહ્યા છે. આ પ્રસંગે મોટી સંખ્યામા વિધ્યાર્થીઓ અને વાલીઓ ઉપસ્થિત રહ્યા હતા.

ABOUT THE AUTHOR

...view details