- નડિયાદમાં કોરોના અંગે જનજાગૃતિ રેલી યોજાઈ
- માસ્ક પહેરવા લોકોને કરાયો અનુરોધ
- શહેર સહિત જીલ્લામાં કોરોના સંક્રમણમાં વધારો
ખેડા: "ફરજિયાત માસ્ક પહેરવું એ કોરોનાને માત આપવાનું પહેલું પગથિયું છે, જો આપણે સતત માસ્ક પહેરી રાખીશું તો કોરોના સંક્રમણ થતું અટકાવી શકીશું.." તેમ જિલ્લા વિકાસ અધિકારી ગઢવી તથા અધિક કલેક્ટર મેરજાએ જણાવ્યું હતું. જિલ્લા વહીવટી તંત્ર-પોલીસ તંત્ર નગરપાલિકાના કર્મયોગીઓ દ્વારા યોજાયેલી આ રેલી નડિયાદ નગરપાલિકાથી પ્રારંભ થઈ હતી અને ત્યાંથી નીકળી સરદાર પ્રતિમા થઈને સંતરામ ટાવર સુધી પહોંચી હતી. કોરોના સામે રક્ષણ માટે માસ્ક એ પ્રાથમિક સુરક્ષા કવચ છે જેથી જિલ્લા વહીવટી તંત્ર દ્વારા જાહેર જનતાને માસ્ક પહેરવા અનુરોધ કરવામાં આવ્યો છે.