- શિક્ષકો દ્વારા કોરોના જનજાગૃતિ અભિયાન
- ખેડાના શહેરીજનો સહિત સુપર સ્પ્રેડરને જાગૃત કરવા સાથે માસ્ક વિતરણ
- કપડવંજ શહેરમાં વધી રહ્યું છે કોરોના સંક્રમણ
ખેડા : જિલ્લા સહિત કપડવંજ શહેરમાં કોરોના સંક્રમણ સતત વધી રહ્યું છે, ત્યારે શહેરના નાગરિકોમાં જાગૃતતા લાવવી જરૂરી છે. બજાર બંધ રાખવા શક્ય નથી. તો બજાર ચાલુ રાખીને પણ કોરોના જેવી મહામારીથી કેવી રીતે બચી શકાય, તે અંગે વિચારવું જરૂરી છે. કોરોના સામે લડવા માટે સાચી સમજણ અનિવાર્ય છે. જે અંતર્ગત શહેરના કેટલાક શિક્ષકો દ્વારા એક અભિયાન શરૂ કરવામાં આવ્યું છે.
આ પણ વાંચો -ખેડામાં રસીકરણ જાગૃતિ માટે 51 ચોરસ ફૂટની રંગોળી બનાવાઈ
સુપર સ્પ્રેડરને જાગૃત કરવા સાથે માસ્ક વિતરણ
કપડવંજ શહેરના શિક્ષકોએ વિચાર્યું કે અમારા વેકેશનનો સમય અમે નગરજનો માટે આપીશું.જે અંતર્ગત કોરોના જાગૃતિ અભિયાન શરૂ કરાયુ.આ શિક્ષકો દ્વારા કપડવંજ શહેરમાં શહેરીજનો સહિત શાકભાજી અને ફળોની લારી ચલાવી ગુજરાન ચલાવતા સુપર સ્પ્રેડર લોકોને જાગૃત કરવામાં આવે છે.લોકોની વચ્ચે જઈ આ શિક્ષકો તેમને માસ્ક પહેરવાનું અને હાથ સેનેટાઇઝ કરવાનું મહત્વ સહિત કોરોનાથી બચવાના ઉપાયો અંગે સમજાવે છે.સાથે જ પોતાના ખર્ચે N-95 માસ્કનું વિતરણ શિક્ષકો દ્વારા કરવામાં આવે છે.
આ પણ વાંચો -ખેડાના ગામોમાં કોવિડ કેર સેન્ટર શરૂ કરવામાં આવ્યા