ગુજરાત

gujarat

ETV Bharat / state

ખેડામાં બહારની આવેલી વ્યક્તિ અંગે જિલ્લા કલેક્ટરની નાગરિકોને ચેતવણી - નાગરિકોને જાહેર અપીલ

સમગ્ર રાજ્યની સાથે-સાથે ખેડા જિલ્લામાં લોકડાઉનની પરિસ્થિતિ છે. તેમ છતાં જિલ્લા બહારના એટલે કે અન્ય જિલ્લામાંથી નાગરિકોની ખેડા જિલ્લામાં અવરજવર ધ્યાને આવેલા છે. તેથી જિલ્લા કલેક્ટર આઈ.કે.પટેલ દ્વારા જિલ્લાના તમામ નાગરિકોને જણાવવામાં આવ્યું છે કે છેલ્લા 15 દિવસમાં આપના વિસ્તાર કે આપના ઘરે અમદાવાદ કે અન્ય કોઈપણ જિલ્લામાંથી કોઈ વ્યક્તિ કે મહેમાન આવેલા હોય તો તેની પોલીસ તેમજ આરોગ્ય વિભાગને જાણ કરવાની રહેશે. આ સૂચનાનો ભંગ કરનાર સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.

જિલ્લામાં આવેલી બહારની વ્યક્તિ અંગે ખેડા જિલ્લા કલેકટરની નાગરિકોને જાહેર અપીલ તેમજ ચેતવણી
જિલ્લામાં આવેલી બહારની વ્યક્તિ અંગે ખેડા જિલ્લા કલેકટરની નાગરિકોને જાહેર અપીલ તેમજ ચેતવણી

By

Published : Apr 10, 2020, 8:33 PM IST

ખેડાઃ જિલ્લામાં બહારથી આવેલા લોકોની જાણકારી નાગરિકોએ કંટ્રોલ રૂમમાં ટેલિફોન નં.100 પર જાણ કરવાની રહેશે, તેમ જિલ્લા કલેક્ટર પટેલે જણાવ્યું હતું. વધુમા જણાવ્યું હતું કે, સમગ્ર જિલ્લા વહીવટી તંત્ર સજાગપણે કામ કરી રહ્યું છે. પરંતુ આપણા ખેડા જિલ્લાના સરહદના જિલ્લાઓમાં પણ કોરોના વાયરસની અસર જોવા મળી છે. ત્યારે નાગરિકોએ પણ તેમનો નાગરિક ધર્મ અપનાવી અન્ય જિલ્લામાંથી છેલ્લા 15 દિવસમાં આવેલા વ્યક્તિઓની જાણ તાત્કાલિક કરશે તો તરત જ તેની કાર્યવાહી કરવામાં આવશે.

જિલ્લામાં આવેલી બહારની વ્યક્તિ અંગે ખેડા જિલ્લા કલેકટરની નાગરિકોને જાહેર અપીલ તેમજ ચેતવણી

જિલ્લા કલેક્ટરે વધુમાં જણાવ્યું કે, છેલ્લા બે દિવસમાં આ સૂચના અન્વયે 26થી વધુ વ્યક્તિઓને જિલ્લાના સરકારી હોમ ક્વોરેન્ટાઇન સેન્ટરમાં મોકલી દેવામાં આવ્યા છે. બીજા લોકોને પણ શિફ્ટ કરવાની કામગીરી ચાલુ છે. જિલ્લાના નાગરિકો આ બાબતની જાણ કરશે નહીં તો તેમની પોતાની પણ જવાબદારી નક્કી કરવામાં આવશે.

ABOUT THE AUTHOR

...view details