ખેડાઃ 2 સપ્ટેમ્બરના રોજ જિલ્લાની 5 નગરપાલિકાઓ ખેડા, મહુધા, મહેમદાવાદ, ચકલાસી અને ડાકોરમાં પ્રમુખ તથા ઉપ-પ્રમુખની ચૂંટણી યોજવાની છે. જેને લઇને રાજકીય માહોલ ગરમાયો છે.
મહેમદાવાદ નગરપાલિકામાં ભાજપ સત્તા પર છે. આ પાલિકામાં ભાજપ પાસે 15, અપક્ષ 7 તેમજ કોંગ્રેસ પાસે 6 સભ્યો છે. જેની કુલ બેઠક 28 છે. ડાકોર નગરપાલિકામાં ભાજપ પાસે 11 સભ્યો અને અપક્ષ પાસે 17 મળી કુલ 28 બેઠકો છે. જેમાં ભાજપ સત્તાધારી પાર્ટી છે.
ખેડાની 5 નગરપાલિકાઓમાં પ્રમુખ-ઉપપ્રમુખની ચૂંટણી યોજાશે - ખેડાના તાજા સમાચાર
2 સપ્ટેમ્બરના રોજ ખેડા જિલ્લાની 5 નગરપાલિકાઓ ખેડા, મહુધા, મહેમદાવાદ, ચકલાસી અને ડાકોરમાં પ્રમુખ તથા ઉપ-પ્રમુખની ચૂંટણી યોજવાની છે. જેને લઇને રાજકીય માહોલ ગરમાયો છે.
ખેડાની પાંચ નગરપાલિકાઓમાં પ્રમુખ ઉપપ્રમુખની ચૂંટણી યોજાશે
મહુધા નગરપાલિકામાં ભાજપ પાસે 9 સભ્યો, અપક્ષ પાસે 8 અને કોંગ્રેસ પાસે 7 સભ્યો મળી કુલ 24 બેઠકો છે. આ પાલિકામાં પણ અત્યારે ભગવા લહેરાઇ છે. ચકલાસી નગરપાલિકામાં ભાજપના 10 સભ્યો, કોંગ્રેસના 10 અને અપક્ષના 8 સભ્યો મળી કુલ 28 બેઠકો છે. જે હાલ ભાજપના કબ્જામાં છે.
ખેડા નગરપાલિકામાં ભાજપના 10 અને અપક્ષના 18 મળી કુલ 28 બેઠકો છે. જેમાં પણ ભાજપ સત્તા પર છે.