ગુજરાત

gujarat

ETV Bharat / state

હોળી ધુળેટી પર્વને લઇ ડાકોર રણછોડરાયજી મંદિર રોશનીથી ઝળહળ્યું - Kheda News

યાત્રાધામ ડાકોરમાં ફાગણી પૂનમ હોળી ધુળેટીના પર્વને લઈને રણછોડરાયજી મંદિરમાં ભારે ઉત્સાહ અને ધામધૂમ જોવા મળી રહી છે. સમગ્ર મંદિર પરિસરને ઝગમગાટ અને આકર્ષક ડેકોરેશનથી શણગારવામાં આવ્યું છે. મંદિરની રોશની નિહાળી શ્રદ્ધાળુઓ ભાવવિભોર બની રહ્યા છે.

kheda
હોળી ધુળેટી પર્વને લઇ ડાકોર રણછોડરાયજી મંદિર રોશનીથી ઝળહળ્યું

By

Published : Mar 4, 2020, 10:11 PM IST

Updated : Mar 4, 2020, 11:27 PM IST

ખેડા : જિલ્લાનાં સુપ્રસિદ્ધ યાત્રાધામ ડાકોર ખાતે ફાગણી પૂનમ અને હોળી ધુળેટી પર્વની ભક્તિ ભાવપૂર્ણ ઉજવણી કરવામાં આવી રહી છે. મંદિર રોશનીથી ઝળહળી ઊઠ્યું છે. મંદિરની રોશની નિહાળી શ્રદ્ધાળુઓ ભાવવિભોર બની રહ્યા છે, ત્યારે રણછોડરાયજીના દર્શન કરવા આવતા શ્રદ્ધાળુઓ ભગવાનના દર્શન કરીને ધન્યતા અનુભવવા સાથે રોશનીથી સુશોભિત મંદિરને નિહાળી ભાવવિભોર બની રહ્યા છે.

હોળી ધુળેટી પર્વને લઇ ડાકોર રણછોડરાયજી મંદિર રોશનીથી ઝળહળ્યું

યાત્રાધામ ડાકોરના રણછોડરાય મંદિર ખાતે હોળી ધુળેટી પર્વ પર વિશાળ સંખ્યામાં શ્રદ્ધાળુઓ દર્શન માટે આવે છે. મંદિરના ટ્રસ્ટ દ્વારા યાત્રાળુઓ સરળતાથી દર્શનનો લાભ લઇ શકે તે માટેનું આગવું આયોજન કરવામાં આવ્યું છે.

Last Updated : Mar 4, 2020, 11:27 PM IST

ABOUT THE AUTHOR

...view details