ગુજરાત

gujarat

ETV Bharat / state

ICDS નડીયાદ દ્વારા “પોષણ માહ સપ્‍ટેમ્બર 2020” ની ઉજવણી કરાઇ

ભારત સરકારની સૂચના અને માર્ગદર્શન મુજબ મહિલા અને બાળ વિકાસ વિભાગ હેઠળ ખેડા જિલ્લાના ICDS નડીયાદ ઘટક 1 દ્વારા “સહી પોષણ – દેશ રોશન” ની થીમ સાથે પોષણ માહ સપ્‍ટેમ્બર 2020ની ઉજવણી કરવામાં આવી રહી છે.

પોષણ માહ સપ્‍ટેમ્બર 2020
પોષણ માહ સપ્‍ટેમ્બર 2020

By

Published : Sep 17, 2020, 8:39 AM IST

નડીયાદ: ભારત સરકારની સૂચના અને માર્ગદર્શન મુજબ મહિલા અને બાળ વિકાસ વિભાગ હેઠળ ખેડા જિલ્લાના ICDS નડીયાદ ઘટક 1 દ્વારા “સહી પોષણ – દેશ રોશન” ની થીમ સાથે પોષણ માહ સપ્‍ટેમ્બર 2020 ની ઉજવણી કરવામાં આવી રહી છે. જેમાં પોષણ માહની સામૂહિક અસર ઉભી થાય અને પોષણના મુખ્ય પાંચ સુત્રો (૧) બાળકના પ્રથમ 1000 દિવસ, (ર) એનેમિયા, (૩) ઝાડા નિયંત્રણ, (૪) હેન્ડ વોશ અને સેનિટેશન તથા (પ) પૌષ્‍ટિક આહાર વિશે લોકો જાગૃત થાય તે માટે કોવિડ-19ની માર્ગદર્શિકા ધ્યાને લઇ વિવિધ પ્રવૃત્તિઓ હાથ ધરવામાં આવી રહી છે.

પોષણ માહના બીજા અઠવાડિયામાં પોષણ માહ 2020ની શરૂઆતના તબક્કે ઘટક હસ્તકના તમામ આંગણવાડી કાર્યકર, તેડાગર બહેનો, સીડીપીઓ, તમામ મુખ્ય સેવિકા બહેનો, પોષણ અભિયાન ટીમ તથા સ્ટાફ દ્વારા પોષણ શપથ લેવામાં આવ્યા હતા.

પોષણ માહ સપ્‍ટેમ્બર 2020ની ઉજવણી અંતર્ગત 3 થી 6 વર્ષના કુલ 5700 બાળકોને પૌષ્ટિક સુખડી વિતરણ કરવામાં આવ્યું તથા પૌષ્ટિક આહારની જરૂરીયાત બાબતેની સમજ માટે વાલીઓને લીફલેટનું વિતરણ કરવામાં આવ્યું હતું. સંકલિત બાળ વિકાસ યોજના હેઠળ લાભાર્થીને આપવામાં આવતાં ટી.એચ.આર.પેકેટોનું ગ્રામ્ય કક્ષાએ દુધ મંડળીમાં પ્રદર્શનના માધ્યમ થકી સમુદાયને ટી.એચ.આર.નો ઉપયોગ તેમજ તેમાંથી બનતી વિવિધ પોષણયુકત વાનગી બાબતે જાણકારી આપવામાં આવી હતી.

જિલ્‍લા મહિલા અને બાળ વિકાસ વિભાગના અધિકારી આશાબેન બ્રહ્મભટ્ટે જણાવ્‍યું કે, આંગણવાડી કેન્દ્રના લાભાર્થીઓના વાલીઓ સુધી તેમજ જનસમુદાય સુધી ઉંબરે આંગણવાડી કાર્યક્રમનો પ્રચાર-પ્રસાર કરી વધુમાં વધુ લોકો કાર્યક્રમ નિહાળે તે માટે પ્રયત્નો કરવામાં આવ્યું છે. પૌષ્ટિક વાનગીઓનું નિદર્શન, પોષણ પ્રોત્સાહન માટે મમતા દિવસનો પ્‍લેટફોર્મ તરીકે ઉપયોગ, સગર્ભા,ધાત્રી માતાની આરોગ્ય તપાસ, આંગણવાડી કાર્યકર દ્વારા લાભાર્થીઓની ગૃહ મુલાકાત લઇ આઇ.ઇ.સી. મટીરીયલ દ્વારા પોષણ, સગર્ભાવસ્થા તથા તંદુરસ્ત બાળકની કાળજી, સ્તનપાન, ઉપરી આહાર, ઉંમર પ્રમાણે ખોરાક,વાલી દ્વારા બાળકનો ઉછેર તથા પ્રવૃત્તિ, બીમાર બાળકની કાળજી અને ખોરાક, સ્વચ્છતાથી તંદુરસ્ત સમાજનું દર્શન જેવી બાબતે સંપરામર્શ કરી જનસમુદાયને પોષણ બાબતે જાગૃત કરવા માટેની પ્રવૃત્તિઓ કરવામાં આવી છે.

ABOUT THE AUTHOR

...view details