ખેડા બેઠકના ભાજપના ઉમેદવાર દેવુસિંહ ચૌહાણે પરિવાર સાથે કર્યું મતદાન - election
ખેડાઃ લોકસભા બેઠક માટે શાંતિપૂર્ણ માહોલમાં મતદાન ચાલી રહ્યું છે. ત્યારે ખેડા લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર દેવુસિંહ ચૌહાણે નડિયાદ ખાતે પરિવાર સાથે મતદાન કર્યું હતું. લોકશાહીના મહાપર્વમાં ઉત્સાહપૂર્વક ભાગ લઇ સૌને મતદાન કરવા વિનંતી કરી હતી.

સ્પોટ ફોટો
ખેડા લોકસભા બેઠક માટે સાત ઉમેદવારો મેદાનમાં છે. જેમાં ભાજપના દેવુસિંહ ચૌહાણ સાથે કોંગ્રેસના બિમલ શાહનો મુખ્ય મુકાબલો છે. ત્યારે ભાજપના ઉમેદવાર દેવુસિંહ ચૌહાણ દ્વારા આજે સવારે નડિયાદની પ્રાથમિક શાળા નંબર 1 ખાતે પરિવાર સાથે મતદાન કર્યું હતું. દેવુસિંહ ચૌહાણે મતદારોને લોકશાહીના મહાપર્વમાં ઉત્સાહપૂર્વક ભાગ લઇ મતદાન કરવા વિનંતી કરી હતી.
દેવુસિંહ ચૌહાણે પરિવાર સાથે કર્યું મતદાન