- જિલ્લામાં સ્થાનિક સ્વરાજની ચુંટણીની ફરજમાં રોકાયેલા કર્મચારીઓ માટે મતદાન
- 600 કર્મચારીઓ માટે પોસ્ટલ બેલેટ મતદાનનું આયોજન કરાયું
- કોવિડ ગાઈડલાઈનના પાલન સાથે યોજાયુ મતદાન
ખેડા :જિલ્લામાં 5 નગરપાલિકા અને 8 તાલુકા પંચાયતની ચૂંટણી યોજાવા જઈ રહી છે. નડિયાદ ખાતે આવેલા ઈપ્કોવાલા હોલમાં ચૂંટણીની ફરજમાં રોકાયેલા કર્મચારીઓ પોતાના મતાધિકારથી વંચિત ના રહી જાય તે માટે પોસ્ટલ બેલેટથી મતદાનનું આયોજન કરવામાં આવ્યું હતું.
600 કર્મચારીઓ માટે પોસ્ટલ બેલેટ મતદાનનું આયોજન
ચૂંટણી ફરજમાં રોકાયેલા નડિયાદ નગરપાલિકાના કર્મચારીઓ પોલીસ જવાનો, SRPના જવાનો તેમજ હોમગાર્ડ સહિતના 600 કર્મચારીઓ પોસ્ટલ બેલેટથી પોતાના મતાધિકારનો ઉપયોગ કરી શકે તે માટે જિલ્લા વહીવટી તંત્ર દ્બારા અધિક કલેકટર રમેશ મેરજાની દેખરેખ હેઠળ સમગ્ર આયોજન કરાયું હતું.
કોવિડ ગાઈડલાઈનના પાલન સાથે મતદાનમતદાન માટે કોવિડ ગાઈડલાઈનના પાલન સાથે મતદાન પ્રક્રિયા યોજાઈ રહી છે. તે માટે સેનેટાઈઝેશન, ટેમ્પરેચર ચેક તેમજ સોશિયલ ડિસ્ટ્નસનું પાલન થઈ શકે તે માટેની જરૂરી વ્યવસ્થા કરવામાં આવી છે. કર્મચારીઓ માટે પોસ્ટલ બેલેટથી મતદાન યોજાયુ