ખેડા : હાલ કોરોના વાઈરસને લઈને લૉકડાઉન ચાલી રહ્યું છે, જેનો આજે ૧૬ મો દિવસ છે ત્યારે લૉકડાઉનના અમલ અંગે પોલીસ કાર્યવાહીના નિરીક્ષણ માટે પોલિસ અધિક્ષક દિવ્ય મિશ્રાએ કપડવંજ શહેરની મુલાકાત લીધી હતી. જેમાં તેઓએ તમામ પોલીસ સ્ટેશન પર જઈ સમગ્ર કાર્યવાહી અંગેની જાણકારી મેળવી હતી, સાથે જ નાગરિકોને પોલીસને સહયોગ આપવા માટે અપીલ કરી હતી. તેઓએ લૉકડાઉનનું પાલન કેવી રીતે થઈ રહ્યું છે, તેમજ નાગરિકોને લૉકડાઉનનુ પાલન કરવા અને સોશિઅલ ડિસ્ટન્સ જાળવવા સાથે જ પોલીસ કર્મચારીઓએ પણ પોતાની સુરક્ષા કેવી રીતે રાખવી એ પણ જણાવ્યું હતું.
ખેડા પોલીસ વડાએ કપડવંજમાં પોલીસ કામગીરીનું નિરીક્ષણ કર્યું
ખેડા જિલ્લા પોલીસ અધિક્ષક દિવ્ય મિશ્રાએ આજરોજ કપડવંજ શહેરની મુલાકાત લીધી હતી. જ્યાં લોકડાઉન સંદર્ભે ચાલી રહેલી પોલીસ કામગીરીનું નિરિક્ષણ કર્યું હતું. પોલીસ કર્મચારીઓએ કામગીરી દરમ્યાન રાખવાની સાવચેતી અંગે જાણકારી આપવા સાથે નાગરિકોને લૉકડાઉનનુ પાલન કરી સહયોગ આપવા અપીલ કરી હતી.
ખેડા પોલિસ અધિક્ષકે કપડવંજની મુલાકાત લઈ પોલિસ કામગીરીનું નિરીક્ષણ કર્યું
મહત્વનું છે કે, ખેડા જિલ્લામાં કોરોનાનો હજુ એક પણ પૉઝિટિવ કેસ નોંધાયો નથી, ત્યારે નાગરિકો તકેદારી રાખીને લૉકડાઉનનુ સંપૂર્ણપણે પાલન કરે તો જિલ્લા પ્રશાસન સમસ્યાનો સરળતાથી સામનો કરી શકે તેમ છે. પોલીસ અધિક્ષક દિવ્ય મિશ્રાએ નાગરિકોને લૉકડાઉનનો અમલ કરી સહયોગ કરવા અપીલ કરી હતી.
Last Updated : Apr 9, 2020, 11:02 PM IST