ગુજરાત

gujarat

ETV Bharat / state

ખેડાના કઠલાલમાં પોલીસે ડ્રોન દ્વારા સર્વેલન્સ શરૂ કર્યું

કોરોના વાઇરસના સંક્રમણને વધતું અટકાવવા દેશમાં લોકડાઉન જાહેર કરવામાં આવ્યું છે, ત્યારે ખેડાના કઠલાલમાં લોકડાઉનનો કડક અમલ કરાવવા પોલીસ દ્વારા ડ્રોનથી શહેરના ગલી-મહોલ્લા પર નજર રાખવામાં આવી રહી છે.

ખેડાના કઠલાલમાં પોલિસે ડ્રોન દ્વારા સર્વેલન્સ શરૂ કર્યું
ખેડાના કઠલાલમાં પોલિસે ડ્રોન દ્વારા સર્વેલન્સ શરૂ કર્યું

By

Published : Apr 1, 2020, 8:15 AM IST

ખેડાઃ કોરોનાના સંક્રમણને વધતું અટકાવવા દેશમાં લોકડાઉન જાહેર કરવામાં આવ્યું છે, ત્યારે ખેડાના કઠલાલમાં લોકડાઉન ચુસ્ત અમલ કરાવવા માટે ડ્રોનથી શહેરના ગલી, મહોલ્લાઓ પર નજર રાખવામાં આવી રહી છે.

મહત્વનું છે કે, દેશમાં દિવસેને દિવસે વધી રહેલા કોરોના વાઇરસના સંક્રમણને વધતું અટકાવવા 21 દિવસનું લોકડાઉન જાહેર કરવામાં આવ્યું છે. લોકડાઉન હોવા છતાં શહેરના વિવિધ વિસ્તારોમાં ગલી, મહોલ્લાઓમાં ટોળાબંધી થતી જોવા મળી રહી હતી. જેને પગલે લોકડાઉનનો ભંગ થતો રોકવા તેમજ ચુસ્ત અમલ કરાવવા માટે પોલીસ દ્વારા ડ્રોન સર્વેલન્સ શરૂ કરવામાં આવ્યું છે.

જો કે, લોકડાઉનનો ભંગ કરનાર સામે કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે.

ABOUT THE AUTHOR

...view details