- પોલીસે સીસીટીવી ફૂટેજને આધારે મહિલાની ભાળ મેળવી
- એકલવાયુ જીવન જીવતી મહિલાએ ઓળખીતા પાસેથી બાળક દત્તક લીધું
- બાળકને ગંભીર બીમારી હોવાથી તરછોડ્યું
ખેડાઃનડિયાદના માતૃછાયા અનાથ આશ્રમ(anath ashram) ખાતે બાળક મુકી જવાની ઘટના બનવા પામી હતી.જેમાં નડીયાદ પોલીસ (Nadiad Police)દ્વારા બાળકને સારવાર માટે હોસ્પિટલ મોકલી બાળકને તરછોડી જનારની તપાસ હાથ ધરી હતી.જે દરમ્યાન પોલીસ દ્વારા બાળક મુકી જનાર વડોદરાની મહિલાની અટકાયત કરાઈ છે.
નડીયાદના અનાથ આશ્રમમાં બાળક તરછોડનાર મહિલાની પોલીસે અટકાયત કરી પોલીસે સીસીટીવી ફૂટેજને આધારે મહિલાની ભાળ મેળવી
આ મામલે પોલીસે તપાસ દરમિયાન સીસીટીવી ફૂટેજ સહિતની કાર્યવાહી હાથ ધરી હતી.જે દરમિયાન સીસીટીવી ફૂટેજના આધારે પોલીસે બાળક મુકવા આવનાર કાર શોધી કાઢી હતી.જે બાદ આરોપી મહિલાની અટકાયત કરી હતી.
મહિલાએ સવા મહિના પહેલા બાળક દત્તક લીધું હતું
બાળક મૂકી જનાર વડોદરાની હેમાબહેન સંધાણી નામની મહિલાએ સવા મહિના પહેલા બાળક દત્તક લીધું હોવાનું ખુલ્યું હતું.51 વર્ષિય હેમાબેનનો યુવાન પુત્ર એક વર્ષ પહેલા મૃત્યુ પામ્યો હતો.જેને લઈ એકલવાયુ જીવન જીવતા હોઈ તેઓએ બોડેલીના ઓળખીતા મીતાબેન શાહ પાસેથી બાળક દત્તક લીધું હોવાનું જણાવ્યું હતું.જો કે આરોપી મહિલાએ બાળક દત્તક લીધું તેની કાયદેસર પ્રક્રિયા કરી છે કે કેમ તે બાબતની પણ તપાસ હાથ ધરાઈ છે.
બાળકને બીમારી હોવાથી તરછોડ્યું
બાળકને હૃદયની ગંભીર બીમારી હોવાથી સારવારનો ખર્ચ પરવડતો ન હોવાથી અનાથ આશ્રમમાં મૂકી દેવામાં આવ્યું હતું.તેમ પોલીસ તપાસમાં મહિલાએ જણાવ્યું હતું.હાલ પોલીસ દ્વારા સમગ્ર મામલામાં મિતાબહેન સહિતની વ્યક્તિઓની પણ તપાસ હાથ ધરવામાં આવી છે.
આ પણ વાંચોઃપાટણના હારીજમાં યુવતીને તાલિબાની સજા મામલે પોલીસે કરી 17ની અટકાયત
આ પણ વાંચોઃસુરેન્દ્રનગર જિલ્લાના ગૌતમગઢના ખેડૂતને મળ્યો ફૂડ હીરો આેફ ઇન્ડિયાનો એવોર્ડ