ગુજરાત

gujarat

ETV Bharat / state

ખેડાના ચુણેલમાં 17 લાખ રૂપિયાના વાંસ કૌભાંડમાં સામેલ 10 કૌભાંડીઓ સામે પોલીસ ફરિયાદ - બોગસ જોબકાર્ડ

ખેડા જિલ્લાના મહુધા તાલુકાના ચુણેલ ગામમાં વર્ષ 2014માં વાંસ પ્રોજેક્ટ (Vans Project) શરૂ કરવામાં આવ્યો હતો, જેમાં 17.63 લાખ રૂપિયાનું કૌભાંડ આચર્યું હોવાનું સામે આવ્યું હતું. જોકે, જિલ્લામાં આ વાંસ કૌભાંડમાં સંડોવાયેલા 10 કૌભાંડીઓ સામે પોલીસ ફરિયાદ દાખલ કરવા જિલ્લા કક્ષાએથી 2 વખત હુકમ કરાયા પછી મહુધા પોલીસ સ્ટેશનમાં 10 કૌભાંડીઓ સામે પોલીસ ફરિયાદ નોંધવામાં આવી હતી.

ખેડાના ચુણેલમાં 17 લાખ રૂપિયાના વાંસ કૌભાંડમાં સામેલ 10 કૌભાંડીઓ સામે પોલીસ ફરિયાદ
ખેડાના ચુણેલમાં 17 લાખ રૂપિયાના વાંસ કૌભાંડમાં સામેલ 10 કૌભાંડીઓ સામે પોલીસ ફરિયાદ

By

Published : Aug 25, 2021, 1:33 PM IST

  • ખેડા જિલ્લાના મહુધા તાલુકાના ચુણેલ ગામમાં વાંસ પ્રોજેક્ટ (Vans Project) કૌભાંડ મામલો
  • વાંસ પ્રોજેક્ટ (Vans Project)માં 17.60 લાખ રૂપિયાનું કૌભાંડ થયું હોવાનું સામે આવ્યું હતું
  • જિલ્લા કક્ષાએથી 2 વખત હુકમ કરાયા પછી મહુધા પોલીસ સ્ટેશન (Mahudha Police Station) માં નોંધાઈ ફરિયાદ
  • ખોટા ખાતા ખોલાવી નાણાં ઉપાડી ઉચાપત કરી હોવાનું સામે આવ્યું હતું

ખેડાઃ જિલ્લાના ચુણેલ ગામમાં શરૂ કરવામાં આવેલા 17.63 લાખ રૂપિયાના વાંસ પ્રોજેકટમાં (Vans Project) કૌભાંડ આચરવામાં આવ્યું હોવાનું સામે આવ્યું હતું. જિલ્લામાં બહુચર્ચિત વાંસ કૌભાંડમાં (Vans Project) સંડોવાયેલા 10 કૌભાંડીઓ સામે પોલીસ ફરિયાદ દાખલ કરવા જિલ્લા કક્ષાએથી 2 વખત હુકમ કરાયા પછી તમામ સામે પોલીસ ફરિયાદ નોંધવામાં આવી હતી.

ખેડા જિલ્લાના મહુધા તાલુકાના ચુણેલ ગામમાં વાંસ પ્રોજેક્ટ (Vans Project) કૌભાંડ મામલો

આ પણ વાંચો-વડોદરા આવાસ કૌભાંડ : ભાજપના કાઉન્સિલર અને સ્થાયી સમિતિના સભ્યના નામ ઉછળિયા

સરપંચ, ઉપસરપંચ, 2 તલાટી, એન્જિનિયર સહિતના 10 પદાધિકારી અને કર્મચારી સામે પોલીસ ફરિયાદ

મહુધા તાલુકાના ચુણેલ ગામના બહુચર્ચિત વાંસ કૌભાંડમાં ખોટા ખાતા ખોલાવી સરકારી નાણાંની ઉચાપત કરવા મામલે સરપંચ, ઉપ સરપંચ, 2 તલાટી, એન્જિનિયર સહિતના 10 પદાધિકારી અને કર્મચારી સામે ખોટા ખાતા ખોલી નાણાં ઉપાડી સરકારી નાણાંની ઉચાપત કરવા મામલે પોલીસ ફરિયાદ નોંધી મહુધા પોલીસે વધુ કાર્યવાહી હાથ ધરી છે.
આ પણ વાંચો-6 લાખ રુપિયામાં નવજાત બાળક વેચવા નિકળેલી 4 મહિલાઓ ઝડપાઈ

કૌભાંડીઓએ ખોટા ખાતા ખોલાવી નાણાં ઉપાડી ઉચાપત કરી હતી

ખેડા જિલ્લાના મહુધા તાલુકાના ચુણેલ ગામમાં જરૂરિયાતમંદ શ્રમિકોને રોજગાર મળી રહે તે હેતુથી 17.63 લાખ રૂપિયાના ખર્ચે વર્ષ 2014માં વાંસ પ્રોજેક્ટ શરૂ કરવામાં આવ્યો હતો. વર્ષ 2016માં આ પ્રોજેકટ પૂર્ણ કરવામાં આવ્યો હતો, જેમાં બોગસ જોબકાર્ડ બનાવી શ્રમિકોના નાણાં બારોબાર ઉપાડી સરકારી નાણાંની ઉચાપત કરી કૌભાંડ આચરવામાં આવ્યું હતું. કૌભાંડની રજૂઆતોને પગલે તાલુકા વિકાસ અધિકારી દ્વારા સ્થળ તપાસ કરવામાં આવી હતી, જેમાં શ્રમિકોના ખોટા જોબ કાર્ડ બનાવી બારોબાર રૂપિયા વાપરી નાખી 17.63 લાખ રૂપિયાનું કૌભાંડ આચરાયું હોવાનું ફલિત થતાં તે અંગેનો વિગતવાર રિપોર્ટ જિલ્લા વિકાસ અધિકારીને મોકલાવ્યો હતો.

વાંસ પ્રોજેક્ટમાં 17.60 લાખ રૂપિયાનું કૌભાંડ થયું હોવાનું સામે આવ્યું હતું
કૌભાંડીઓ સામે પોલીસ ફરિયાદ નોંધાવવા 2 વખત આદેશ કરવામાં આવ્યો

જિલ્લા વિકાસ અધિકારી દ્વારા કૌભાંડમાં સંડોવાયેલા સરપંચ અને તલાટી સહિત 10 કર્મચારીઓ, અધિકારીઓ વિરૂદ્ધ નાણાંની વસૂલાત કરવા સહિત પોલીસ ફરિયાદ કરવાનો 2 વખત આદેશ કરવામાં આવ્યો હતો. જોકે, ત્યારબાદ એક મહિને તાલુકા પંચાયતના વિસ્તરણ અધિકારી દ્વારા ફરિયાદ નોંધાવાઈ છે.

કૌભાંડમાં સમાયેલા લોકો

કૌભાંડમાં સંડોવાયેલા 10 જેટલા કર્મચારી અને પદાધિકારી સામે ફરિયાદ નોંધાઈ છે, જેમાં એચ. એમ. ચાવડા- તલાટી(નિવૃત્ત), આર. એ. વાઘેલા- તલાટી, હસમુખ એન. પટેલ માજી સરપંચ, મહેશ મણીભાઈ મકવાણા જી.આર.એસ (GRS), ગણપતસિંહ રઇજીભાઈ -જી આર એસ (GRS), વિજયકુમાર પ્રભાતસિંહ ભોજાણી ટેક્નિકલ આસિસ્ટન્ટ, જિતેન્દ્ર. આર. ગોસાઈ ટેક્નિકલ આસિસ્ટન્ટ, તેજસ શાહ- અધિક મદદનીશ એન્જિનિયર, પંકજ. જે. પ્રજાપતિ એ.પી.ઓ (APO), વિક્રમ રાઓલજી- ઉપસરપંચ, ગ્રામ પંચાયત, ચુણેલ વિરૂદ્ધ પોલીસ ફરિયાદ દાખલ કરવામાં આવી છે.

ABOUT THE AUTHOR

...view details