ખેડા: મહુધાના સાસ્તાપુરમાં નિલગાયના શિકાર કરવાના મામલામાં મહુધા પોલીસ દ્વારા અજાણ્યા ઈસમો વિરુદ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરાઈ હતી. જે દરમિયાન મહેસાણાના કડી તાલુકાના રાજપુરા ગામના ફીરોજ હબીબભાઈ સિંધી અને ટોળીયા કાસમ સિંધીની ધરપકડ કરવામાં આવી હતી. આ બન્નેને મહુધા કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા અને પોલિસ દ્વારા બે દિવસના રિમાન્ડ મેળવી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.
ખેડામાં નીલગાયનો શિકાર કરનારા 2 ઈસમો ઝડપાયા
ખેડા જિલ્લાના મહુધા તાલુકાના સાસ્તાપુર સીમ વિસ્તારમાં આવેલા ગામના પિન્ટુ પટેલના ખેતરમાંથી નીલ ગાયોના શિકાર કરેલા 5 મૃતદેહ મળી આવ્યા હતા. તો સાથે જ શિકાર કરવાના સાધનો અને એક કાર બિનવારસી મળી આવી હતી. જેને પગલે પોલિસ દ્વારા આ મામલામાં ગુનો નોંધવામાં આવ્યો હતો. જે મામલામાં તપાસ દરમિયાન બે આરોપીઓને ઝડપી કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા. જેમાં મહુધા પોલિસ દ્વારા બે દિવસના રિમાન્ડ મેળવી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.
ખેડામાં નીલગાયોનો શિકાર કરનાર 2 ઈસમો ઝડપાયા
મહત્વનું છે કે, જિલ્લાના વિવિધ વિસ્તારોમાં બેરોકટોક નિલગાયનો શિકાર થઈ રહ્યો હોવાના કિસ્સાઓ સામે આવી રહ્યા છે. ત્યારે નિલગાયના શિકાર માટે ગેરકાયદેસર રીતે હથિયારો સાથે ફરતી શિકારી ટોળીઓ લૂંટ,ચોરી, હત્યા જેવા ગુન્હાહિત કૃત્યો પણ આચરી શકે છે. જેને લઈ પોલિસ દ્વારા સતર્કતા વધારવામાં આવે તે ઈચ્છનીય છે.