ખેડાઃ જિલ્લાના કપડવંજમાં ડ્રોન કેમેરામાં ઝડપાયેલા લોકડાઉનનો ભંગ કરનાર 21 ઈસમો વિરૂદ્ધ પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે. દિવસને દિવસે વધી રહેલા કોરોના વાઈરસના સંક્રમણને વધતું અટકાવવા દેશમાં લોકડાઉન જાહેર કરવામાં આવ્યુ છે, ત્યારે ખેડાના કપડવંજ શહેરમાં લોકડાઉનનો અમલ કરાવવા પોલીસ દ્વારા સખત કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
કપડવંજમાં લોકડાઉનનો ભંગ કરનાર 21 ઈસમો વિરૂદ્ધ કરાઈ પોલીસ કાર્યવાહી - Kheda cloths
ખેડા જિલ્લાના કપડવંજમાં ડ્રોન કેમેરામાં ઝડપાયેલા લોકડાઉનનો ભંગ કરનાર 21 ઈસમો વિરૂદ્ધ પોલિસ દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવી છેે. શહેરમાં ટોળે વળતા લોકો પર પોલીસ દ્વારા કડક કાર્યવાહી શરૂ કરાઈ હતી.
![કપડવંજમાં લોકડાઉનનો ભંગ કરનાર 21 ઈસમો વિરૂદ્ધ કરાઈ પોલીસ કાર્યવાહી કપડવંજમાં લોકડાઉનનો ભંગ કરનાર 21 ઈસમો સામે પોલિસ કાર્યવાહી](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-6686824-1105-6686824-1586178206396.jpg)
કપડવંજમાં લોકડાઉનનો ભંગ કરનાર 21 ઈસમો સામે પોલિસ કાર્યવાહી
ડ્રોનથી શહેરના ગલી-મહોલ્લા પર નજર રાખવામાં આવી રહી છે. શહેરમાં જુદા-જુદા વિસ્તારોમાં ડ્રોન કેમેરામાં ઝડપાયેલા 21 વ્યક્તિઓ વિરુદ્ધ લોકડાઉનનો ભંગ કરવા બદલ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
મહત્વનું છે કે, લોકડાઉન હોવા છતાં શહેરના વિવિધ વિસ્તારોમાં ગલી, મહોલ્લાઓમાં ટોળાબંધી થતી જોવા મળી રહી હતી. જેને પગલે લોકડાઉનનો ભંગ થતો રોકવા તેમજ ચુસ્ત અમલ કરાવવા માટે પોલીસ દ્વારા ડ્રોન સર્વેલન્સ શરૂ કરવામાં આવ્યુ છે. લોકડાઉનનો ભંગ કરનાર સામે કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે.