ગુજરાત

gujarat

આફ્રિકામાં ધુન કરીને ત્રણ હજાર લોકોએ સ્વ.હીરાબાને શ્રદ્ધાંજલિ કરી અર્પણ

By

Published : Dec 31, 2022, 9:57 PM IST

આફ્રિકામાં વડતાલધામ પ્રતિષ્ઠા મહોત્સવમાં સ્વ.હીરાબાને શ્રદ્ધાંજલિ (Hiraba Tribute in Africa) અપાઈ હતી. સ્વામિનારાયણ મહામંત્રની ધૂન કરીને એક સાથે ત્રણ હજાર લોકોએ આફ્રિકાની ધરતી પરથી હીરાબાને હાર્દિક શ્રદ્ધાંજલિ આપી હતી. (PM Modi mother Hiraba Tribute)

આફ્રિકામાં ધુન કરીને ત્રણ હજાર લોકોએ સ્વ.હીરાબાને શ્રદ્ધાંજલિ કરી અર્પણ
આફ્રિકામાં ધુન કરીને ત્રણ હજાર લોકોએ સ્વ.હીરાબાને શ્રદ્ધાંજલિ કરી અર્પણ

ખેડા : ભારતના વડાપ્રધાનના માતાનું અવસાન થતા આફ્રિકામાંથી પણ હીરાબાને શ્રદ્ધાંજલિ (Hiraba Tribute in Africa) અર્પણ કરાઈ છે. ઉલ્લેખનીય છે કે, વડાપ્રધાન મોદીના માતાનું અવસાન થતાં ગુજરાતના અનેક જિલ્લા, તાલુકા તેમજ ગામડાઓમાંથી હીરાબાને શ્રદ્ધાંજલિ અર્પણ કરાઈ હતી. આ ઉપરાંત દેશના દિગ્ગજ નેતાઓ, બોલીવુડ જગત, ફિલ્મ જગત સહિતના મહાનુભાવો વડાપ્રધાન મોદીના માતા હિરાબાને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી, ત્યારે આફ્રિકામાંથી સરધાર નિવાસી નિત્યસ્વરૂપદાસ સ્વામીએ સ્વ.હીરાબાને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી.(PM Modi mother Hiraba Tribute)

ત્રણ હજાર લોકોએ આફ્રિકાની ધરતી પરથી હીરાબાને હાર્દિક શ્રદ્ધાંજલિ આપી

આ પણ વાંચોPM મોદીએ લખ્યો ભાવુક બ્લોગ, વડાપ્રધાનની શૂન્યથી શીખર સુધીની માતા હિરાબા સાથે અદ્ભુત દાસ્તાન

આફ્રિકામાંથી હીરાબાને શ્રદ્ધાંજલિસ્વામિનારાયણ ધામ વડતાલતાબાનું આફ્રિકામાં પ્રથમ મંદિર નૈરોબી ખાતે તૈયાર થયું છે. આ મંદિરનો મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવ તારીખ 28મી ડિસેમ્બર 2022થી 03મી જાન્યુઆરી 2023 સુધી ચાલશે. આ પ્રસંગે વડતાલધામ ગાદીપતિ આચાર્ય રાકેશપ્રસાદ મહારાજ 99 સંતો સાથે વિદેશ સત્સંગયાત્રાએ છે. આજે વ્યાસપીઠ પરથી સરધાર નિવાસી નિત્યસ્વરૂપદાસજી સ્વામીએ સ્વ. હીરાબાને હાર્દિક શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી માતા હીરાબા આદરણીય છે, તેમનું જીવન પેઢીઓ સુધી પ્રેરક બની રહેશે એમ કહીને સ્વામિનારાયણ મહામંત્રની ધૂન કરીને એક સાથે ત્રણ હજાર બિનનિવાસી ભારતીય ભક્તોએ આફ્રિકાની ધરતી પરથી હીરાબાને હાર્દિક શ્રદ્ધાંજલિ આપી હતી. (Nityaswarupdasji Swami Nairobi)

મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવ

આ પણ વાંચોસ્વ. હીરાબા મોદીનો પાર્થિવ દેહ પંચમહાભૂતમાં વિલીન, PM મોદીએ આપ્યો અગ્નિદાહ

વડતાલધામનું આફ્રિકામાં પ્રથમ મંદિર ભગવાન સ્વામિનારાયણ પ્રસ્થાપિત વડતાલ ગાદીનું આફ્રિકામાં પ્રથમ મંદિર માત્ર બે જ વર્ષના ટુંકા સમયમાં બનીને તૈયાર થઈ ગયું છે. નૈરોબીમાં બનેલા વિશાળ મંદિરનું લોકાર્પણ વડતાલ ગાદીના આચાર્ય રાકેશપ્રસાદ અને ચેરમેન દેવપ્રકાશ સ્વામી, મુખ્ય કોઠારી ડો સંત સ્વામી સહિત સંતો દ્વારા 1 જાન્યુઆરી 2023ના રોજ કરવામાં આવશે. (Nairobi Vadtal Dham Pratishtha Mahotsav)

ABOUT THE AUTHOR

...view details