- 27, 28 અને 29 માર્ચના રોજ મંદિર રહેશે બંધ
- કોરોના સંક્રમણને લઈ લેવામાં આવ્યો નિર્ણય
- સંઘો તેમજ પદયાત્રીઓને આયોજન ન કરવાની અપીલ
ખેડા : સુપ્રસિદ્ધ યાત્રાધામ ડાકોર ખાતે આગામી 27, 28 અને 29 માર્ચના રોજ યોજાનારો ફાગણ પૂનમનો મેળો મોકૂફ રાખવામાં આવ્યો છે. જેને લઈ યાત્રિકોને ડાકોર નહીં આવવા માટે નિર્દેશ કરવામાં આવ્યો છે.
ડાકોર ખાતે ફાગણી પૂનમનો મેળો બંધ રાખવાનો નિર્ણય કોરોના સંક્રમણને લઈ લેવાયો નિર્ણય
ખેડા જિલ્લા વહીવટી અને પોલીસ તંત્ર તેમજ ડાકોર મંદિર મેનેજમેન્ટની બેઠક યોજવામાં આવી હતી. જેમાં રાજ્યમાં તાજેતરની કોરોના સંક્રમણની પરિસ્થિતિને લઈ મેળો બંધ રાખવાનો નિર્ણય લેવાના આવ્યો છે.
27, 28 અને 29 માર્ચના રોજ મંદિર રહેશે બંધ ત્રણ દિવસ માટે મંદિર રહેશે બંધ
આગામી 28 માર્ચના રોજ ફાગણી પૂનમ હોવાથી 27, 28 અને 29 માર્ચ એમ 3 દિવસ રણછોડરાયજી મંદિર બંધ રાખવામાં આવશે. મંદિરમાં પૂજા, આરતી સહિતના કાર્યક્રમો બંધ બારણે પૂજારી અને સેવકો દ્વારા કરવામાં આવશે.
સંઘો તેમજ પદયાત્રીઓને આયોજન ન કરવાની અપીલ સંઘો તેમજ પદયાત્રીઓને આયોજન ન કરવાની અપીલ
ખેડા જિલ્લા કલેક્ટર દ્વારા ડાકોર આવતા સંઘો તેમજ યાત્રાઓને આ વર્ષે તેમનું આયોજન બંધ રાખવા અપીલ કરવામાં આવી છે. મહત્વનું છે કે, ફાગણી પૂનમના દિવસે ડાકોર ખાતે યોજાતા ત્રિદિવસિય મેળામાં લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ ડાકોર આવતા હોય છે. જે કારણે કોરોના સંક્રમણમાં વધારો થવાની શક્યતાને લઈને આ નિર્ણય લેવામાં આવ્યો છે.