ગુજરાત

gujarat

ETV Bharat / state

ખેડા: કપડવંજમાં પોલિસે માસ્ક વિના નીકળનારને ફટકાર્યો રૂ. 1 હજારનો દંડ

ખેડા જીલ્લામાં વધતા કોરોના સંક્રમણને લઈ તંત્ર દ્વારા કામગીરી સઘન બનાવવામાં આવી છે. કપડવંજ શહેરમાં પોલિસ દ્વારા માસ્ક વિના નીકળેલા લોકોને રૂ. 1 હજારનો દંડ ફટકારવાની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. આ રીતે 25 વ્યક્તિઓ પાસેથી રૂ. 25 હજારનો દંડ ફટકારવામાં આવ્યો છે.

કપડવંજમાં પોલિસે માસ્ક વિના નીકળનારને ફટકાર્યો રૂ. 1 હજારનો દંડ
કપડવંજમાં પોલિસે માસ્ક વિના નીકળનારને ફટકાર્યો રૂ. 1 હજારનો દંડ

By

Published : Dec 3, 2020, 5:15 PM IST

  • ખેડામાં પોલિસ દ્વારા માસ્ક વિના નીકળનારને રૂ. 1હજારનો દંડ
  • તંત્ર દ્વારા સંક્રમણ વધતું અટકાવવા હાથ ધરાઈ કાર્યવાહી
    કપડવંજમાં પોલિસે માસ્ક વિના નીકળનારને ફટકાર્યો રૂ. 1 હજારનો દંડ

ખેડા: સતત વધી રહેલા કોરોના સંક્રમણને અટકાવવા માટે તંત્ર દ્વારા ખેડામાં હાથ ધરાયેલી કામગીરી અંતર્ગત રેપીડ કોરોના ટેસ્ટીંગ સુવિધાઓ શરૂ કરવા ઉપરાંત માસ્ક અને કોવિડ ગાઈડલાઈન્સના પાલન અંગે ચેકિંગ કરવામાં આવી રહ્યું છે. જે અંતર્ગત કપડવંજ શહેરની બજારો સહિતના વિસ્તારોમાં માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સના પાલન અંગેનું ચેકિંગ હાથ ધરી માસ્ક વિના નીકળતા લોકોને એક હજારનો દંડ કરવાની કામગીરી શરૂ કરવામાં આવી છે.

કપડવંજમાં પોલિસે માસ્ક વિના નીકળનારને ફટકાર્યો રૂ. 1 હજારનો દંડ

લોકોમાં કોરોના વિશે જાગૃતિ આવે તે માટે તંત્ર હરકતમાં

પોલિસ દ્વારા માસ્ક વિના નીકળનાર 25 જેટલા વ્યક્તિઓને રૂ. 25 હજારનો દંડ ફટકારવામાં આવ્યો છે. સમગ્ર ખેડા જીલ્લા સહિત કપડવંજ શહેરમાં પ્રતિદિન નવા કેસો સામે આવી રહ્યા છે. ત્યારે લોકોમાં કોરોના વિશે જાગૃતિ આવે અને કોવિડ ગાઈડલાઈન્સનું પાલન કરે તે માટે તંત્ર હરકતમાં આવ્યું છે.

કપડવંજમાં પોલિસે માસ્ક વિના નીકળનારને ફટકાર્યો રૂ. 1 હજારનો દંડ

ABOUT THE AUTHOR

...view details