- કપડવંજમાં દૂષિત પાણીની સમસ્યા
- મહામારીમાં દૂષિત પાણીને લઈ રહીશોનું આરોગ્ય જોખમાવાનો ભય
- નગરપાલિકા દ્વારા ત્વરિત કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ
ખેડાઃજિલ્લાના કપડવંજ નગરપાલિકા વોર્ડ નંબર 4ના ગોપાલપુરામાં ગટરલાઈનનું પાણી પીવાના પાણીની લાઈનમાં ભળતા છેલ્લા ઘણા દિવસોથી દૂષિત પાણીની સમસ્યા ઉદ્દભવી છે. લોકોને દૂષિત પાણી પીવા મજબૂર બન્યા છે. જો કે દૂષિત પાણીની બોટલો સાથે લોકોએ નગરપાલિકાના અધિકારીઓને રજૂઆતો કરી હતી.
કપડવંજમાં દુષિત પાણીની સમસ્યાથી રહીશો ત્રસ્ત, નગરપાલિકાના આંખ આડા કાન વિસ્તારમાં ગંદકી તેમજ બિસ્માર રસ્તાની પણ સમસ્યા
વિસ્તારના નાગરિકો દુષિત પાણીની સમસ્યા ઉપરાંત રસ્તાઓ પર ઠેરઠેર ખડકાયેલા ગંદકીના ઢગ તેમજ બિસ્માર રોડની સમસ્યાઓથી પરેશાન થઈ રહ્યા છે. જે અંગે પણ અવારનવાર રજૂઆતો કરવામાં આવી છે. પરંતુ નગરપાલિકા દ્વારા કોઈ કાર્યવાહી ન થતા રહીશોમાં રોષ ફેલાયો છે.
વિસ્તારમાં ગંદકી તેમજ બિસ્માર રસ્તાની પણ સમસ્યા યોગ્ય કાર્યવાહી માટે સૂચના આપવામાં આવી છે: ચીફ ઓફીસર
આ અંગે નગરપાલિકાના મુખ્ય અધિકારી બી.એન.મોડ દ્વારા લોકોની મુશ્કેલીઓ દૂર કરવા સંબંધિત કર્મચારીઓને સૂચના આપવામાં આવી હોવાનું જણાવ્યું હતું. મહત્વનું છે કે મહામારીના માહોલમાં દૂષિત પાણી તેમજ ગંદકીને લઈ લોકોનું આરોગ્ય જોખમાવાનો પણ ભય રહેલ છે. જેને લઈ ત્વરિત યોગ્ય કાર્યવાહી કરવા માંગ કરવામાં આવી રહી છે.