ગુજરાત

gujarat

ETV Bharat / state

ખેડામાં પાર્ક કરેલી ઈકો કારની ઉઠાંતરી, CCTVના આધારે પોલીસે હાથ ધરી તપાસ - ખેડા ન્યૂઝ

ખેડા જિલ્લાના ગળતેશ્વર તાલુકાના સેવાલીયામાં પાર્ક કરેલી ઈકો કારની અજાણ્યા ઈસમો દ્વારા ચોરી કરવામાં આવી હતી.જે સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થતાં પોલીસ દ્વારા તેના આધારે તપાસ હાથ ધરવામાં આવી છે.

ખેડામાં પાર્ક કરેલી ઈકો કારની ઉઠાંતરી
ખેડામાં પાર્ક કરેલી ઈકો કારની ઉઠાંતરી

By

Published : Jun 9, 2021, 7:20 PM IST

  • અન્ય કારમાં આવીને પાર્ક કરેલી ઈકો કારની ઉઠાંતરી
  • ગળતેશ્વરના સેવાલીયાનો બનાવ
  • તસ્કરો CCTVમાં કેદ થતાં પોલીસે તપાસ હાથ ધરી

ખેડા : ગળતેશ્વર તાલુકાના સેવાલીયામાં જૂની દેના બેંક સામે રહેતા વિનુભાઈ બચુભાઈ પરમારની ઈકો કારની રાતના સમયે કોઈ અજાણ્યા શખ્સ દ્વારા ચોરી કરવાની ઘટના બની હતી. ઘર નજીક પાર્ક કરેલી આ કારની કોઈ શખ્સો ચોરી કરીને પલાયન થઈ ગયા છે. મોડી રાત્રે વિનુભાઈએ પોતાની કાર જોઈ હતી પરંતુ મોર્નીંગ વોક પર જતી વખતે કાર નજરે નહી પડતા આ અંગે વિનુભાઈએ આસપાસ તપાસ કરી હતી.

ખેડામાં પાર્ક કરેલી ઈકો કારની ઉઠાંતરી

કારની ઉઠાંતરી CCTVમાં કેદ

વિનુભાઈએ જે જગ્યાએ કાર પાર્ક કરી હતી. ત્યાં સામેની દુકાનના CCTV ચેક કરતાં રવિવારે રાત્રિના અઢીથી ત્રણ વાગ્યાના સમયગાળામાં ઇકો કારની પાસે અન્ય એક ઈકો કાર આવીને ઉભી રહી હતી. જેમાંથી એક વ્યક્તિ ઉતરીને વિનુભાઈની કારનું લોક તોડી કાર ચાલુ કરીને પલાયન થઈ ગયા હોવાનું CCTVમાં કેદ થયું હતું. આ બનાવ મામલે ફરિયાદ નોંધાવતા સેવાલીયા પોલીસે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે. પોલીસ દ્વારા CCTV ફૂટેજને આધારે તસ્કરોનું પગેરૂં શોધવાની કાર્યવાહી હાથ ધરાઈ છે.

ABOUT THE AUTHOR

...view details