- વડતાલ મંદિર દ્વારા ઓક્સિજન કોન્સન્ટ્રેટર બેન્ક શરૂ કરાઈ
- ઓક્સિજન કોન્સન્ટ્રેટર મશીન અર્પણ કરવાની સેવા
- 5000 ડિપોઝીટ ભરીને મશીન આપવામાં આવશે, જે દર્દીને જરૂરિયાત પુરી થતા પરત મળશે
ખેડા : વડતાલ સ્વામિનારયણ સંસ્થા દ્વારા કોરોનાના જરૂરિયાતમંદ દર્દીઓની સુવિધા માટે ઓક્સિજન કોન્સન્ટ્રેટર બેન્કની શરૂઆત કરવામાં આવી છે. વડતાલ મંદિર દ્વારા ચાલતા કોવિડ કેર સેન્ટરમાં વડતાલધામ ટોરેન્ટો- કેનેડા સત્સંગ સમાજ તરફથી 15 ઓક્સિજન કોન્સન્ટ્રેટર મશીન અર્પણ કરવામાં આવ્યા છે. જે ઉપરાંત અન્ય સંસ્થાઓ તેમજ સત્સંગીઓ દ્વારા પણ કોન્સન્ટ્રેટર મશીન અર્પણ કરવાની સેવા કરવામાં આવી રહી છે. જેથી વડતાલ સંસ્થા દ્વારા દર્દીઓની વધુ સારી સેવા કરી શકશે. જે દર્દીઓ હોમ આઇસોલેશનમાં છે એમને કોઇએ જરૂર પડતા સંસ્થાના હેલ્પ લાઇન નંબર 7211154962 ઉપર સંપર્ક કરતા જ્યાં સુધી મશીન ઉપલબ્દ્ધ હશે ત્યાં સુધી રૂપિયા 5000 ડિપોઝીટ ભરીને મશીન આપવામાં આવશે અને દર્દીને જરૂરિયાત પુરી થતા મશીન જમા કરાવશે, ત્યારે ડિપોઝીટ પરત આપવામાં આવશે.
આ પણ વાંચો : વડતાલ સ્વામિનારાયણ મંદિરના દ્વાર 101 દિવસ બાદ ખુલ્યા, હરિભક્તોએ કર્યા દર્શન