- આઝાદીના અમૃત મહોત્સવ અંતર્ગત નડીયાદ ખાતે ચિત્ર પ્રદર્શન
- સાંસદ દેવુસિંહ ચૌહાણે ચિત્ર પ્રદર્શનને ખુલ્લું મૂક્યું
- ચિત્ર પ્રદર્શન નિહાળી યુવા વર્ગ પ્રેરણા મેળવશે: સાંસદ
ખેડાઃ આઝાદીનો અમૃત મહોત્સવ અંતર્ગત નડિયાદ મુકામે ચિત્ર પ્રદર્શનનું આયોજન તારીખ 14,15 અને 16 માર્ચના રોજ સવારે 10 કલાકથી સાંજે 6કલાક સુધી જાહેર જનતા માટે કરવામાં આવ્યું છે. સંતરામ મંદિર, નડિયાદના ચોગાનમાં યોજાનાર આ ચિત્ર પ્રદર્શનને ખેડાના સાસંદ દેવુસિંહ ચૌહાણ દ્વારા આજે તારિખ 14ના રોજ સવારે 12 કલાકે જાહેર જનતા માટે ખુલ્લું મુકાયુ હતુ. જેમાં જાહેર જનતાએ બહોળો લાભ લીધો હતો.
આઝાદીના અમૃત મહોત્સવ અંતર્ગત નડીયાદ ખાતે ચિત્ર પ્રદર્શનનુ આયોજન આ પણ વાંચોઃ ભુજમાં આઝાદીના અમૃત મહોત્સવની ઉજવણી કરાઈ
ચિત્ર પ્રદર્શન અંગે વિસ્તૃત જાણકારી આપવામાં આવી
આ પ્રસંગે સાંસદ દેવુસિંહ ચૌહાણે ચિત્ર પ્રદર્શન ખુલ્લુ મુક્યુ હતુ. સ્વાગત-પ્રવચન કરતા ના.મા.ની હિરેન ભટ્ટ તથા ઇન્ફર્મેશન બ્યુરોના સરિતાબેન દલાલે નિદર્શિત પ્રદર્શન અંગે વિસ્તૃત જાણકારી આપી યુવા પેઢીને પ્રેરણાદાયી પ્રદર્શન બની રહેશે તેવી આશા વ્યક્ત કરી હતી. સાંસદે વિઝીટર બુકમાં સંદેશ આપતા જણાવ્યું હતુ કે, આજરોજ સંતરામ મંદિરના પટ્ટાંગણમાં આઝાદીના અમૃત મહોત્સવના શુભ અને રાષ્ટ્રીય પર્વના પ્રસંગે આઝાદીના મહાપુરુષોના આઝાદીકાળના સંદર્ભે અને ઇતિહાસની અનેક ઘટનાઓ તથા જેઓના નેતૃત્વમાં આ આઝાદી સંદર્ભે થયો હતો, તેવા મહાપુરુષો, મહાનુભાવો સરદાર પટેલ, સુભાષચંન્દ્ર બોઝ જેવા મહાપુરુષોના જીવનની ઝાંખી તથા તત્કાલિન ગુજરાતમાં ચિત્ર પ્રદર્શન એ ઘટના ઘણી જ પ્રેરણા આપનારી છે.
આઝાદીના અમૃત મહોત્સવ અંતર્ગત નડીયાદ ખાતે ચિત્ર પ્રદર્શનનું આયોજન મુખ્યપ્રધાન વિજય રૂપાણી પ્રદર્શનની મુલાકાત લેશે
સાંસદ દેવુસિંહ ચૌહાણે જણાવ્યું હતું કે, આ ચિત્ર પ્રદર્શનમાં ગાંધીજીના આગમન, ઐતિહાસિક પ્રસંગો/ઘટનાઓનું ચિત્રાંકન, આઝાદી ચળવળના ચિત્રો જેવા ખુબ જ સરસ ચિત્રોનું પ્રદર્શન નિહાળી આજનો યુવા વર્ગ પ્રેરણા લેશે. ગુજરાતના મુખ્યપ્રધાન વિજય રૂપાણી પણ આ પ્રદર્શનની મુલાકાત લેવાના છે. આ દાંડીયાત્રા યુવાઓમાં દેશદાઝ ઉભી કરશે અને સ્વાતંત્ર્ય સંગ્રામની ગાથાઓની જાણકારી મેળવશે.