ન્યૂયૉર્ક, ફીલાડેલફીયા, ફ્લોરિડા, શિકાગો, ન્યૂજર્સી, દેલાવર, કનેક્ટિકટ, બોસ્ટન, ઇન્ડિયાના, એલેન ટાઉન શહેરોના NRI ભાવિકો મોટી સંખ્યામાં લાભ લઈ રહ્યા છે. આ હજારો ગાઉ દૂર વિદેશની ધરતી પર સત્સંગ કાર્યક્રમો યોજાય છે, અને વડતાલ જ્ઞાનબાગથી તેનું સંચાલન થાય છે. બધા NRI ભાવિકો ત્યાંની ધરતી પર આવી અલખની આરાધના જગાવી ધન્ય બને છે.
અમેરિકામાં સ્વામિનારાયણ સંપ્રદાય દ્વારા અનોખો ભક્તિયજ્ઞ, NRI ચલાવી રહ્યા છે ધાર્મિક મિશન - સેલ્ફ મોટીવેશન
વડતાલ: સ્વામિનારાયણ સંપ્રદાયના જ્ઞાનબાગ વડતાલ દ્વારા અમેરિકાના જુદા જુદા શહેરોમાં હાલ ભક્તિયજ્ઞ યોજાઈ રહ્યા છે. જેનો મોટી સંખ્યામાં NRI ભાવિકો લાભ લઈ રહ્યા છે. પાર્ષદવર્ય કાનજી ભગતની પ્રેરણાથી ચાલતું વડતાલના મહિમા સાથે મોટું ભક્તિ અભિયાન પ્રેરણારુપ બન્યું છે.
જ્ઞાનબાગ ભક્તિ કેન્દ્રની પ્રેરણાથી આવું આ ધાર્મિક મિશન છેલ્લા 10 વર્ષથી ચાલી રહ્યું છે. અહીં શ્રીજી મહારાજની મૂળ સ્વરુપની એક ચક્ષુ મૂર્તિનો મહિમા છે. વિદેશી ધરા પર ગુજરાતીઓના ઘરે ઘરે પૂજાય છે, આરતી ઉતારાય છે, શોભાયાત્રા કઢાય છે, કથાપાટે પધરાવાય છે.
ત્રણ દિવસીય આ ભક્તિ સત્રમાં પ્રોફેસર યોગી ત્રિવેદી(ન્યૂયોર્ક) એ ભક્તિ માર્ગમાં ઉપયોગી વક્તવ્ય આપ્યું હતું. તેમજ ડૉ. મહાવ્રત પટેલે વડોદરામાં પણ સ્વાસ્થ્ય અને સેલ્ફ મોટીવેશન પર ઓનલાઇન વક્તવ્ય આપ્યું હતું. આમ જ્ઞાનબાગ વડતાલ કેન્દ્ર દ્વારા જ્ઞાનગંગા વહેતી રહે છે.