ગુજરાત

gujarat

ETV Bharat / state

નડિયાદમાં કોરોનાનો વધુ એક દર્દી સ્વસ્થ થતા હોસ્પિટલમાંથી રજા અપાઇ - દર્દી સ્વસ્થ્ય થતા હોસ્પિટલમાંથી રજા અપાઇ

ખેડા જિલ્લાના નડિયાદમાં વધુ એક દર્દીએ કોરોનાને માત આપી છે. એન.ડી. દેસાઈ મેડીકલ હોસ્પિટલમાં કોરોનાની સારવાર મેળવી રહેલા એક દર્દીનો રિપોર્ટ નેગેટિવ આવતા તેને રજા આપવામાં આવી હતી.

નડિયાદમાં કોરોનાનો વધુ એક દર્દી સ્વસ્થ્ય થતા હોસ્પિટલમાંથી રજા અપાઇ
નડિયાદમાં કોરોનાનો વધુ એક દર્દી સ્વસ્થ્ય થતા હોસ્પિટલમાંથી રજા અપાઇ

By

Published : May 5, 2020, 5:51 PM IST

ખેડા: નડિયાદની નવદુર્ગા સોસાયટી ખાતે રહેતા 50 વર્ષીય વ્યક્તિને કોરોનાના કારણે નડિયાદ એન.ડી.દેસાઇ હોસ્પિટલમાં સારવાર અર્થે દાખલ કરવામાં આવ્યા હતા. જ્યાં તેમની સારવાર સફળ થતા તેમનો રીપોર્ટ નેગેટીવ આવ્યો હતો. જે બાદ તેમને હોસ્પિટલમાંથી ઘરે જવાની રજા આપવામાં આવી હતી.

હોસ્પિટલ સ્ટાફ દ્વારા તેઓને ગુલાબ આપી તાળીઓથી વધાવી વિદાય આપવામાં આવી હતી.

ABOUT THE AUTHOR

...view details