ગુજરાત

gujarat

By

Published : May 7, 2020, 11:07 PM IST

ETV Bharat / state

નડિયાદમાં વધુ એક કોરોના દર્દીને રજા અપાઈ

ખેડા જિલ્લાના નડિયાદમાં એક કોરોના દર્દીને નડિયાદ એન.ડી.દેસાઇ હોસ્પિટલમાં સારવાર અર્થે દાખલ કરવામાં આવ્‍યો હતો. જેને સારવાર દરમિયાન કોરોના ટેસ્‍ટ નેગેટિવ આવતા તેને રજા આપવામાં આવી હતી.

નડિયાદ એન.ડી.દેસાઇ હોસ્પિટલમાંથી વધુ એક કોરોના દર્દીને રજા અપાઈ
નડિયાદ એન.ડી.દેસાઇ હોસ્પિટલમાંથી વધુ એક કોરોના દર્દીને રજા અપાઈ

ખેડાઃ જિલ્લાના નડિયાદના એક યુવક સૂર્યભાણ યાદવને કોરોના વાઇરસનો ચેપ લાગેલો હોવાથી તેઓને નડિયાદ એન.ડી.દેસાઇ હોસ્પિટલમાં સારવાર અર્થે દાખલ કરવામાં આવ્‍યા હતાં. તેઓની નિયત સારવાર થયેલી હતી. તેઓનો કોરોના ટેસ્‍ટ નેગેટિવ આવેલો હોવાથી તેમને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી.

હોસ્પિટલમાંથી રજા આપવામાં આવતા હોસ્પિટલના સ્‍ટાફ દ્વારા સૂર્યભાણ યાદવને ગુલાબ અર્પણ કરી તેમના સારા સ્‍વાસ્‍થ્‍ય અંગે શુભેચ્છા આપવામાં આવી હતી. આ પ્રસંગે ડી.આર.ડી.એના નિયામક ઝાલા, ભૂપેન્‍દ્રભાઇ ઠકકર હોસ્પિટલના ર્ડા. જ્વલિત મહેતા, નિકેતભાઇ પીઠડીયા તથા હોસ્પિટલનો સ્‍ટાફ ઉપસ્‍થિત રહ્યાં હતાં.

નડિયાદ એન.ડી.દેસાઇ હોસ્પિટલમાંથી વધુ એક કોરોના દર્દીને રજા અપાઈ

હોસ્પિટલમાંથી ઘરે જતા સૂર્યભાણ યાદવે ખુશી વ્‍યક્ત કરતા જણાવ્‍યું હતું કે, ભગવાનની કૃપા અને ડૉક્ટરોની મહેનતથી મને સારૂ થયું છે, હું તેમનો ખુબ જ આભારી છું. નડિયાદના ધારાસભ્ય પંકજભાઇએ અને સાંસદ દેવુંસિંહ ચૌહાણે પણ શુભેચ્છા પાઠવી હતી.

હું જિલ્‍લા પ્રશાસનનો તથા હોસ્પિટલના તમામ સ્‍ટાફ મિત્રોનો પણ આભાર વ્‍યક્ત કરું છું કે, મને આ મહામારીમાં ખુબ જ હિંમત આપી મારી સેવા-સુશ્રુષા કરી, જેના કારણે આજે હું સહિ સલામત રીતે મારા ઘરે પરત ફરી રહ્યો છું. મારી નગરજનોને એક નમ્ર અપીલ છે કે, આ રોગની ગંભીરતાને સમજીને તેને વધતો અટકાવવા સરકાર દ્વારા જે સૂચનાઓ આપવામાં આવે તેનું પાલન કરો તો તમારી સાથે તમારી કુંટુબ અને સ્‍નેહિજનોની જીંદગી સુખમય રહેશે.

ABOUT THE AUTHOR

...view details