ગુજરાત

gujarat

ETV Bharat / state

ખેડાના ઇન્દ્રવણમાં અંગત અદાવતમાં હુમલો, એકનું મોત, છ ઘાયલ - ખેડા સરકારી હોસ્પિટલ

ખેડા: જિલ્લાના માતર તાલુકાના ઇન્દ્રવણ ગામે ગામમાં વરઘોડો કાઢવા બાબતે અંગત અદાવતમાં હુમલો કરવામાં આવ્યો હતો. જેમાં ખેતરમાં પાણી વાળવા ગયેલા વ્યક્તિ પર હુમલો કરતા તેનું મૃત્યુ નીપજ્યું હતું. જયારે અન્ય છ જેટલી વ્યક્તિઓ ઈજાગ્રસ્ત થઇ હતી. જેને તાત્કાલિક સારવાર માટે ખેડાની સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. જયારે મૃતદેહને પીએમ માટે લીંબાસી પીએચસીમાં મોકલવામાં આવ્યો હતો. ઘટનાને પગલે LCB, SOG તેમજ ખેડા અને માતર પોલીસ સહિતનો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો. તેમજ પરિસ્થિતિ પર કાબુ મેળવ્યો હતો.

village
ખેડાના

By

Published : Jan 13, 2020, 12:54 PM IST

જુઓ,વીડિયો...

ખેડાના માતરના ઇન્દ્રવણ ગામે અંગત અદાવતમાં હુમલો થતા એકનું મોત છ ઘાયલ

ABOUT THE AUTHOR

...view details