ગુજરાત

gujarat

ETV Bharat / state

ખેડાના ઠાસરામાં ST બસે બાઈકને અડફેટે લેતા એકનું મોત,એકને ગંભીર ઈજા - અકસ્માત ન્યૂઝ

ખેડા જિલ્લાના ઠાસરા પાસે ઠાસરા-અંબાવ રોડ પર એસટી બસે અડફેટે લેતા બાઈક પર સવાર બે યુવાનમાંથી એક યુવાનનું ઘટનાસ્થળે મોત નિપજ્યું હતું. જ્યારે એકને ગંભીર ઈજાઓ પહોંચતા સારવાર માટે ખસેડાયો હતો.

ST બસે બાઇકને ટક્કર મારી
ST બસે બાઇકને ટક્કર મારી

By

Published : Feb 16, 2021, 11:03 AM IST

  • ST બસે બાઇકને ટક્કર મારતા એકનું મોત,એક ગંભીર ઈજાગ્રસ્ત
  • દર્શન કરવા જઈ રહ્યા હતા તે દરમ્યાન સર્જાયો અકસ્માત
  • ઠાસરા પોલિસે કાર્યવાહી હાથ ધરી

ખેડા:જિલ્લાના ઠાસરા પાસે ઠાસરા-અંબાવ રોડ પર ST બસે રોડ પરથી પસાર થઈ રહેલી બાઇકને અડફેટે લીધી હતી. જેમાં બસે ટક્કર મારતાં બાઇક પર સવાર બે યુવાનોમાંથી એકનું ઘટનાસ્થળે મોત નિપજ્યું હતું. જ્યારે અન્ય એક યુવાનને ગંભીર ઈજાઓ પહોંચી હતી.

ST બસે બાઈકને અડફેટે લેતા એકનું મોત

દર્શન કરવા જઈ રહ્યા હતા તે દરમ્યાન સર્જાયો અકસ્માત

અકસ્માતમાં મોત પામનાર મહેશ વજેસિંહ પરમાર નામનો 28 વર્ષિય યુવાન ઢૂંડી ગામનો રહેવાસી હતો. જે તેના મિત્ર રોહિત મોહનભાઈ પરમાર સાથે ગળતેશ્વર મહાદેવ મંદિરે દર્શન કરવા જઈ રહ્યો હતો. જે દરમિયાન અકસ્માત સર્જાયો હતો. ઠાસરા પોલીસે ઘટનાસ્થળે પહોંચી કાર્યવાહી હાથ ધરી હતી. પોલીસે ઈજાગ્રસ્ત યુવાનને સારવાર માટે મોકલી અકસ્માતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

ABOUT THE AUTHOR

...view details