કપડવંજમાં શેઢી નદીના સંગમ પુલ પર અકસ્માત સર્જાયો હતો. એક કાર નદીમાં ખાબકતા દુર્ઘટના ઘટી હતી. કારમાં સવાર એક વ્યક્તિનું ઘટનાસ્થળે જ મોત થયું છે. જયારે અન્ય પાંચ વ્યક્તિઓને ઈજા પહોંચી છે. જો કે ઘાયલ તમામ લોકોને સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. કાર ચાલક સ્ટિયરિંગ પરથી કાબૂ ગુમાવતા આ ઘટના બની.
કપડવંજમાં કાર નદીમાં ખાબકતા એકનું મોત, પાંચ ઘાયલ - One died and five wounded in road accident in kheda
નડિયાદઃ ખેડા જિલ્લાના કપડવંજમાં સંગમ નદીના પુલ પરથી કાર નદીમાં ખાબકી હતી. જેમાં એક વ્યક્તિનું મોત થયું છે. જ્યારે અન્ય પાંચ લોકો ઈજાગ્રસ્ત થયા છે. ઇજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.
dsd
આ ઘટનાની જાણ થતા પોલીસ ઘટના સ્થળે પહોંચી હતા. પોલીસે તપાસ કરી વધુ કાર્યવાહી હાથ ધરી હતી. કારમાં 6 લોકો સવાર હતા. જેઓ મહમદપુરાના રહેવાસી છે. જેઓ પુલ પરથી પસાર થઇ રહ્યા હતા તે દરમિયાન સ્ટિયરિંગ પરથી કાબૂ ગુમાવતા કાર નદીમાં ખાબકી હતી.